Gujarat

જામનગરમાં કૃષિમંત્રીએ ખેડુતો સાથે બેઠક યોજી

જામનગર
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠામાં ધોવાણ થયું હતું. જે બાબતે ખેડુતો સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક કરી હતી. સિંચાઇ ખાતાના અધિકારીઓ અને ખેડુતો સાથે ઉંડ-૨ તથા આજી-૪ નદીના નીચવાસના ભારે વરસાદના કારણે નદી કાંઠાને થયેલા નુકશાન બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ અધિકારીઓને બેઠકમાં જરૂરી સુચનાઓ આપી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મારા મતવિસ્તાર જામનગર જિલ્લાના જાેડિયા તાલુકામાં આવેલા ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠાઓ અતિવૃષ્ટિના પૂરના કારણે તુટી ગયા છે. કાંઠા ઉપર આવેલા ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. આ ધોવાણ થયેલા ખેડૂતોના ખેતરો તથા નદી કાંઠાને પુનઃમરામત કરી સલામત સ્થિતિમાં લાવવા માટે સરકાર તરફથી જરૂરી કરાવવા સિંચાઇ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા ખેડૂતો સાથે માર્કેટ યાર્ડ જાેડિયા ખાતે બેઠક યોજી હતી.જ ખેડુત આગેવાનો ધરમશી ચનિયારા, ભરત દલસાણીયા, જેઠાલાલ અઘેરા, રસીક ભંડેરી, પદુભા જાડેજા, ઘનશ્યામ રાઠોડ, વલ્લભ ગોઠી તથા મોટી સંખ્યામાં ખેડૂતો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. આ સમસ્યાના નિવારણા માટે ખેડૂતોની માંગણી મુજબ કાર્યવાહી કરાવવાની કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સિંચાઇ ખાતાના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ થાય અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખેડૂતોને હૈયા ધારણ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *