જામનગર
પેટ્રોલ અને ડીઝલના ભાવ જેટગતિએ વધતા રૂ. ૧૦૦ને પાર કરી ગયા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંધું બન્યું છે. બીજી તરફ ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ડુંગળીના પાક નિષ્ફળ જતા જામનગરમાં નાસિકથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે. જેની સીધી અસર ડુંગળીના ભાવમાં થઇ છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂ.૧૦ થી ૧૫નો વધારો થયો છે. જેથી હાલ બજારોમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂ.૩૦ થી ૩૫એ વેચાઈ રહી છે. જાેકે દિવાળી પછી પણ રૂ.૫થી ૧૦નો વધારો થાય તેવી શક્યતા વેપારીઓએ વ્યકત કરી છેજામનગરમાં છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૧૦ થી ૧૫ વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી ડુંગળીનો પાક નિષ્ફળ જતા અન્ય રાજયમાંથી ડુંગળીની આયાત કરાઈ રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં ડુંગળીના ભાવ વધતા હાલમાં ડુંગળી બજારમાં રૂ. ૩૦ થી ૩૫ના કિલોએ વેચાઇ રહી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ડુંગળી નહીં પણ તેના ભાવ રડાવી રહ્યા છે. ત્યારે દિવાળી બાદ ડુંગળીના ભાવ હજુ પણ વધે તેમ વેપારીઓએ જણાવ્યું છે.


