જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રામદેવ ચોક પાસે સીટી બી પોલીસે એક મકાનમાં દરોડો પાડી દારૂની ૨૨૮ બોટલ સાથે શખ્સને દબોચી લીધો હતો જેની પુછપુરછમાં સપ્લાયરનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં રામદેવ ચોક પાસે એક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી સીટી બી પોલીસએ હિતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો સરદારસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો જે દરોડા વેળા અંદરથી ઇંગ્લીશ દારૂની ૨૨૮ બોટલ મળી આવી હતી.
આથી પોલીસે હિતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાને પકડી પાડી રૂ.૧.૧૪ લાખનો દારૂ કબજે કર્યો હતો. જેની પોલીસ પુછપરછમાં આ દારૂનો જથ્થો હરદેવસિંહ ઉર્ફે મુન્નો દાબેલી ગુમાનસિંહ જાડેજાએ પુરો પાડ્યો હોવાનું કબુલતા પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. જ્યારે પટેલ પાર્ક વિસ્તારમાં સીટી એ પોલીસે વૃંદાવન શેરી નં.૨ નજીક નહેરના કાંઠે બિન વારસુ કારની તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ.૫૪ હજારનો દારૂ ઉપરાંત કાર સહિત રૂ.૨.૦૪ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે કારના નંબરના આધારે તેના માલિક-ચાલકની શોધખોળ માટે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે.
