Gujarat

જામનગરમાં મેફેડ્રોન સાથે પકડાયેલી ત્રિપુટીના આજે રિમાન્ડ મંગાશે

*જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પુર્વ બાતમીના આધારે કાલાવડ નાકા બહાર રંગમતિ સોસાયટીમાં રહેતા ઇન્તીયાઝ જુસબભાઇ ખેરાણીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરોડા વેળાએ નશીલા પદાર્થ એફેડ્રોનો ૫૨ ગ્રામ જથ્થો મળ્યો હતો. આથી પોલીસે મકાનધારક ઇન્તીયાઝ ખેરાણી તેમજ સાથીદાર કમ ભાગીદાર તોહિદ હનીફભાઇ ખલીફા અને સલીમ કરીમખાન લોદીને પકડી પાડી રૂ.૫.૨૦ લાખનું ડ્રગ્સ, જુદા જુદા મોબાઇલ વગેરે મળી રૂ.૫.૯૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

*પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા જેના રીપોર્ટ નેગેટીવ આવતા પોલીસે શનિવારે ત્રણેયની વિધિવત ધરપકડ કરી છે જેને સંભવત કાલે રીમાન્ડની માંગણી સાથે રજુ કરાશે. પ્રાથમિક પોલીસ પૂછપરછમાં આ એફેડ્રોન મુંબઇથી આસિફ નામના શખ્સ પાસેથી મેળવ્યાનું કબુલ્યુ હતું. આથી પોલીસે સપ્લાયરની શોધખોળ માટે તપાસનો દૌર મુબઇ ભણી લંબાવવા માટે તજવિજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *