Gujarat

જામનગરમાં 5 સ્થળે જુગાર રમતા 22 ઝબ્બે

જામનગરમાં પવનચકકી વિસ્તાર પાસે કિશાન ચોક રોડ પર પોલીસે ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા શૈલેષ ઘનશ્યામભાઇ ગંઢા, હરીશ પ્રાગજીભાઇ ચાંદ્રા, અશોક શીવાભાઇ ચાંદ્રા અને સંજય ઉર્ફે રણમલ શશીકાંત હજડાને પકડી પાડી રોકડ સહિત રૂ.૧૧,૨૪૦ની મતા કબજે કરી હતી.જયારે ભાવેશ, એબલો અને પરેશ નાશી છુટ્યાનુ ખુલતા પોલીસે તેની શોધ હાથ ધરી છે. જ્યારે રંગમતિ નદી નજીક પોલીસે તિનપતિ રમતા અનિલ કાનજીભાઇ કછેટીયા, વિપુલ નારણભાઇ ગામી, જીતેન્દ્ર મુળજીભાઇ પટેલ, બશીર ઉર્ફે બલો રહીમભાઇ મેતર, કિશોર નાનજીભાઇ સોઢા તથા પ્રવિણ લખમણભાઇ મકવાણાને પકડી પાડી રૂ.૩૦,૨૦૦ની રોકડ,ત્રણ વાહન સહિત રૂ.૧.૨૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

હાડકાના કારખાના પાસેથી પોલીસે જુગાર રમત અલ્લારખા કકલ, આમીન કકલ, રાજુ પરમાર, કાંતિભાઇ ભાંભી, સવજી વિરમગામા અને રમજાન જેડાને પકડી પાડ્યા હતા. સેવક ભરૂડીયામાં પોલીસે જુગાર રમત અશોકપરી ગોસ્વામી, રાજેશ મકવાણા, અમિતસિંહ વાઘેલા, બાબુ મકવાણા, નરેન્દ્ર કટારીયા અને મનસુખ કણજારીયાને પકડી પાડી રોકડ સહિત મતા કબજે કરી હતી. વેરાવળમાં પોલીસે જુગાર રમતા હનીફ ઘોઘા, રફીક બુઢાણી, વિજય સોલંકી, બશીર સમાને પકડી પાડી રોકડ વગેરે કબજે કરી હતી. જ્યારે હારૂન ઇશાકભાઇ, હરેશ ભોવાનભાઇ, કાસમ સુલેમાન ધુધા નાશી છુટ્યાનું ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *