- જામનગરમાં કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ-૨૦૨૧ના પ્રથમ દિવસે પક્ષીઓ બંધનમાંથી મુકત થઇ આકાશમાં કોઇ પણ પ્રકારના ભય વગર વિહરી શકે તે માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શહેરમાં તળાવની પાળે પિંજરામાંના ૫૦ પક્ષીઓને આઝાદ કરાયા હતાં. ટ્રસ્ટના હોદેદારોએ માનવજીવનને પણ કોરોનાના કપરા કાળમાંથી મુક્તિ અપાવવા ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
