Gujarat

જામનગરમાં CM રૂપાણીની સભા પૂર્વે કોંગ્રેસનો હોબાળો, 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત

જામનગર: રાજ્યના મુખ્યમંત્રી (Gujarat CM) વિજય રૂપાણી (Vijay Rupani) આજે રૂપિયા 577.76 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા માટે જામનગર આવ્યા છે, ત્યારે તેમની સભા પૂર્વે કોંગ્રેસ (Congress) દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમ (Gujarat CM Rupani) પહેલા વિપક્ષ કોંગ્રેસ (Congress) દ્વારા માસ્કના દંડ (Mask Fine) મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ (Congress Workers) એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ કાર્યકર્તાઓ (Congress Workers) દ્વારા માસ્કના દંડને (Mask Fine) ઘટાડવાની માંગ અંગે મુખ્યમંત્રીને (Gujarat CM Rupani) રજૂઆત કરવા માંગતા હતા. જો કે પોલીસ દ્વારા 20થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી વિજય રૂપણી (Vijay Rupani)જામનગરમાં પાણી પૂરવઠા અને મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે અહીં આવ્યાં છે. મુખ્યમંત્રી (Gujarat CM) દ્વારા જામનગરમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat Local Body Polls) આવતા મહિને યોજાઈ શકે છે. આવા સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓની (Congress Workers) માસ્કના દંડ (Mask Fine) ઘટાડવા મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. જેમાંથી કેટલાક કાર્યકર્તાઓને તો પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *