Gujarat

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા કિર્તીસિંહ વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો

રાજપૂત સમાજ છાત્રાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાનો જામનગર રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓએ ઉપસ્થિત મંત્રીશ્રીઓને વિશિષ્ટ સન્માન આપી સન્માનિત કર્યા હતા.

 

આ પ્રસંગે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી તરીકે નું જે પદ મળ્યું છે તે સમાજને આભારી છે માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાતમુશ્કેલી કે પ્રશ્નો હોય તો તેમાં મદદરૂપ થવા કાયમ માટે અમારા દ્વારા ખુલ્લા રહેશે. મંત્રીશ્રીએ જામનગર જિલ્લામાં રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના કાર્યોની પ્રશંસા કરી હતી તેમજ જામનગરની રાજપૂત સમાજની કન્યા કેળવણીની વ્યવસ્થાને બિરદાવી હતી. તેમજ જામનગર જિલ્લામાં મંત્રીશ્રીની જન આશીર્વાદ યાત્રાનું ભાવભીનું સ્વાગત કરી વિશેષ આવકાર આપવા બદલ જામનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ તકે રાજપૂત સમાજ શિક્ષિત બનેસંગઠિત બને અને સતત પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

 

કાર્યક્રમમાં રાજપૂત સમાજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લોપુર્વ મંત્રીશ્રી તથા ધારાસભ્ય પરિવારઅખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાસમૂહ લગ્ન સમિતિઅખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘજામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘઝાલા રાણા રાજપુત સમાજજામનગર રાજપુત કરણી સેનારાજપુત ડોક્ટર એસોસિએશનગજકેસરી ફાઉન્ડેશનરાષ્ટ્રીય રાજપૂત કરણી સેનારાજપૂત યુવા સંગઠન તથા રાજપુત કોર્પોરેટર્સ સહિતની સામાજિક સંસ્થાઓ તથા હોદેદારોએ મંત્રીશ્રીઓને મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન અર્પણ કર્યું હતું.

 

આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાશ્રી પી.એસ. જાડેજા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ ક્ષત્રિય સમાજના વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ મહાનુભાવોને મંત્રીઓના હસ્તે સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ કર્યુ હતુ તેમજ શ્રી વી.ડી.જાડેજા -બેડ નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

 

આ કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાઉપપ્રમુખ શ્રી સી.આર.જાડેજાસેક્રેટરી શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલામાર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રવિણસિંહ ઝાલાચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષશ્રી બીપેન્દ્રસિંહજી જાડેજાઅખીલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ શ્રી ગોવુભા જાડેજાપ્રાથમિક સંઘના પ્રમુખશ્રી દિગુભાજિલ્લા રાજપુત યુવા સંઘ જે.ડી.જાડેજાશહેર પ્રમુખ શ્રી હિતુભા જાડેજાપૂર્વ પ્રમુખ શ્રી ડી.કે.જાડેજામાજી સૈનિક મંડળના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજાગુમાનસિંહ જાડેજાજિલ્લા ભાજપ મહામંત્રીશ્રી પ્રવિણસિંહ જાડેજાશહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવાસમુહ લગ્ન સમિતીના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજાદોલુભા જાડેજાકર્ણદેવસિંહ જાડેજાદિલીપસિંહ ચુડાસમાનિવૃત ડી.એફ.ઓ ઘનશ્યામસિંહ સોઢારાજભા જાડેજા ,લગ્ધીરસિંહ જાડેજાકોર્પોરેટર સર્વશ્રી જયેન્દ્રસિંહ ઝાલાજયરાજસિંહ જાડેજાહર્ષાબા જાડેજાજશુબા ઝાલાગીતાબા જાડેજાસહિતના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

RAJPOOT-SAMAJ-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *