Gujarat

જામનગર જિલ્લામાં એગ્રો સર્વિસ પ્રોવાઇડરની યોજના અંતર્ગત અરજી કરવા બાબત

જામનગર જિલ્લાના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની સુવિધા ઊભી કરવાની થતી હોય, પ્રાઇમરી એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ સોસાયટી(PACS)/ ફાર્મર પ્રોડ્યુસર કંપનીસહકારી સંસ્થા/ સખીમંડળ/ સેલ્ફ હેલ્પ ગ્રુપસ્ટાર્ટ-અપ  રજીસ્ટ્રેશન ધરાવનાર કૃષિ ડિપ્લોમા/કૃષિ સ્નાતક/અનુસ્નાતક/બી.આર.એસ વગેરે એગ્રો સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરી શકશે. આથી એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને ઓનલાઇન ખેતીવાડી ખાતાના ખેડૂતલક્ષી પોર્ટલ આઇ-ખેડૂત પોર્ટલ / https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૪/૧૧/૨૦૨૧ સુધીમાં અરજી કરવા માટે જણાવવામાં આવે છે. જે ખેડૂત મિત્રો અરજી કરવા ઈચ્છતા હોય તેમણે આઇ ખેડૂત પોર્ટલ પર જણાવેલ નિયત સમયમર્યાદા સુધીમાં અરજી કરી જરૂરી સાધનિક કાગળો સામેલ રાખી લગત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા ખાતે અરજી કર્યાથી સાત(૭) દિવસમાં પહોંચતા કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

દિવ્યા ત્રિવેદી                 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *