કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા તા.૦૭/૧૨/૨૦૨૧ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ટાઉનહોલ, જામનગર ખાતે અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં પ્રસિધ્ધ લેખક અને વક્તા શ્રી જય વસાવડા દ્વારા યુવાનોને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દવે, જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ભગીરથસિંહ જાડેજા, શ્રી મહેશજી ઠાકોર, શ્રી ભરતભાઈ પરમાર, જીલ્લા યોગ કોચ શ્રી પ્રીતીબેન શુક્લ તેમજ જામનગર શહેરની વિવિધ હાઈસ્કૂલના ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.


