Gujarat

જાહેરમાં નોનવેજ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય

અમદાવાદ
વિવિધ શહેરોમાં નૉનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણય અંગે સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય એની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે એ એમાં વેજ-નોનવેજની કોઇ વાત નથી.’ મુખ્યમંત્રી આણંદ જિલ્લાના બાંધણી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માટે આવ્યા હતારાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના ૧૦૦ મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો ર્નિણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. એટલું જ નહીં, પણ હેલ્થનું લાઈસન્સ નહીં ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે પગલાં લેવામાં આવશે. બીજી તરફ, અગાઉ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની લારીઓ જાહેર રસ્તાઓ પર ઊભી રહીને ધંધો ન કરે એવી સ્પષ્ટ જાેગવાઇ કરવામાં આવી છે.ત્યારે આજની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર સ્થળો પર ઊભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવામાં આવવા જાેઇએ. જે લોકો પાસે એનું યોગ્ય લાઇસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આવતીકાલથી તવાઇ ?આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નૉનવેજની લારીઓ પર પ્રતિબંધનું કારણ આપતાં જણાવ્યું હતું કે શહેરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી માંસ, મટન, મચ્છી અને ઇંડાંની લારીઓને કારણે લોકોની સુરુચિનો ભંગ થઇ રહ્યો છે. ત્યાંથી નીકળતા નાગરિકોને તેની સૂગને કારણે મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં જાે માંસ-મટન, મચ્છી કે ઇંડા વેચતી દુકાનો પાસે લાઈસન્સ હોય તોપણ તેઓ જાહેરમાં દેખાય એ રીતે આવી વસ્તુઓ રાખી શકશે નહી. જાે આવી દુકાનોમાં જાહેરમાં દેખાય એ રીતે માંસ- મટન, મચ્છી, ઇંડા રાખશે તો તેમને પહેલી વખત સૂચના આપવામાં આવશે કે તેઓ આવી તમામ વસ્તુઓ જાહેરમાં દેખાય નહિ એ રીતે રાખે, જાે સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનને સીલ કરી દેવામાં આવશે. દુકાનમાં જે વેચાણ થાય એ બંધ બોડીનું હોવાનું જાેઇએ. અમદાવાદ શહેરમાં રોજનાં ૧૮ લાખ જેટલા ઇંડાં વેચાય છે. એટલું જ નહીંસ ઠંડી વધવાની સાથે જ શહેરમાં ઇંડાંના વેચાણ પણ વધતું હોય છે. એટલું જ નહીં, રોજનું અંદાજે ૨૦૦ ટન મરઘાનું મટન એટલે કે ૧.૭૦ લાખથી ૨ લાખ જેટલા મરઘા વેચાય છે.

non-veg-food-banned-in-gujarat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *