Gujarat

જાેબ ટકાવી રાખવી હશે તો દરરોજ કંઈક ને કંઈક શીખતા રહેવું પડશે ઃ પ્રોફેસર એરોલ

અમદવાદ
બ્રિક બાય બ્રિક આઇઆઇએમ અમદાવાદની આ આર્કાઇવાઝ ગેલેરી ઇન્સ્ટિટ્યૂટના ૬૦ વર્ષની જર્નીને ખૂબ જ સારી રીતે દર્શાવે છે. આઇઆઇએમ અમદાવાદ ભારતની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની પાસે આટલી વિશાળ આર્કાવાઇઝ ગેલેરી છે. આ ગેલેરી બનાવવાની શરૂઆત ૨૦૧૯થી કરવામાં આવી હતી, જેને ૨ વર્ષની કામગીરી બાદ હમણા થોડા સમય પહેલા ખૂલ્લી મૂકવામાં આવી છે. આ ગેલેરીમાં ૩ લાખથી પણ વધારે ફોટોઝ અને દસ્તાવેજાેને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીમાં આઇઆઇએમ અમદાવાદમાં ૧૯૭૭માં લેવાયેલી કેટની પરીક્ષાનું પ્રથમ પેપર અને આન્સરશીટથી લઇને ૧૯૬૩માં ઇન્સ્ટિટ્યૂટના પહેલા પોસ્ટ ગ્રેજ્યુએશન રેસિડેન્શિયલ પ્રોગ્રામ માટે આપવામાં આવેલી પ્રિન્ટ એડ જ નહીં પણ આઇઆઇએમ અમદાવાદના ફર્સ્‌ટ બેચના ફોટો સહિત આઇઆઇએમ અમદાવાદના ઔતિહાસિક રેડ બ્રિક સ્ટક્રચર વિશે પણ માહિતી છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને હાથથી લખેલા પત્રોની સાથે સાથે સંસ્થાના પહેલા ફુલટાઇમ ડિરેક્ટર રવિ મથાઇના લેટર પણ છે. આઇઆઇએમ અમદાવાદના સૌપ્રથમ સ્ટક્રચરને પણ ખૂબ સુંદર રીતે બ્રિક બાય બ્રિકમાં રજૂ કરવામાં આવ્યું છે. આઇઆઇએમ અમદાવાદનો લોગો દેશની જાણીતી એડ એજન્સી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો પણ તેની ટેગલાઇનને લઇને ફેકલ્ટી મેમ્બર્સ વચ્ચે એક કોન્ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેના માટે ૧૦૦ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રોફેસર રિશિકેશ પાઠક અને યુએલ મોટો વિજેતા થયા હતા પણ તેમને ૧૦૦ રૂપિયાની ઇનામની રકમ આપવામાં આવી ન હતી. આઇઆઇએમ અમદાવાદનો લોગો સતાવાર રીતે ૧૯૬૬માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. બ્રિક બાય બ્રિકમાં તે અંગે માહિતી આપવામાં આવી છે ૧૪ વર્ષ પહેલા આઇઆઇએમ અમદાવાદમાં સીઆઇઇની સ્થાપના કરવામાં આવી હતી. જેના કારણે સ્ટુડન્ટ્‌સને આંત્રપ્રિન્યોરશીપને નજીકથી જાેવાનો મોકો પણ મળે છે. જેના ભાગરૂપે છેલ્લા ૫ વર્ષથી સ્ટુડન્ટ્‌સને જાેબ કરતા આંત્રપ્રિન્યોર બનવા માટે વધારે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સીઆઇઇ ઇન્કયુબેટર્સ દર વર્ષે ૭૦થી ૮૦ આઇડિયાઝને સપોર્ટ કરે છે. આઇઆઇએમ ડિરેક્ટરના મતે આઇઆઇએમ અમદાવાદના સ્ટુડન્ટ્‌સને કોઇ પણ પરિસ્થિતિમાં જાેબ ગમે ત્યારે મળી રહે છે આઇઆઇએમ અમદાવાદ તેની માસ્ટર્સ ડિગ્રી માટે દેશ અને વિદેશમાં જાણીતું છે પણ આપને જાણીને નવાઇ લાગશે કે આઇઆઇએમ અમદાવાદના સ્ટુડન્ટ્‌સને ૫૫ વર્ષ સુધી માત્ર પોસ્ટ ગ્રેજ્યુેશન ડિપ્લોમા ડિગ્રી આપવામાં આવતી હતી. આઇઆઇએમ અમદાવાદ ખાતે આવેલા બ્રિક બાય બ્રિક ગેલેરીમાં સત્તા મળતાં જ પીજીપી ડિગ્રીને બદલીને માસ્ટર્સ ડિગ્રી આપવામાં આવશે તેવો બાંહેધરીનો લેટર રજૂ કરવામાં આવેલો બાહેધરી લેટર પણ છેકોરોના બાદ દરેક ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ આવ્યા છે, જેના કારણે કેટલાય લોકોને પોતાની જાેબ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ મુશ્કેલ સમયમાં ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવમાં જાેબ અને બિઝનેસમાં કેવી રીતે ટકી રહેવું તે અંગે આઇઆઇએમ અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર એરોલ ડિસોઝાએ જણાવ્યું હતું કે જાેબ હવે પહેલાની જેમ નથી રહી દેશ-વિદેશની તમામ ટોચની કંપનીઓ પોતાની જાેબ પ્રોફાઇલ માટે હાલમાં આંત્રપ્રિન્યોર શોધી રહી છે, જાે આ મુશ્કેલ સમયમાં જાેબ ટકાવી રાખવી હશે તો દરરોજ કંઈક ને કંઈક શીખતા રહેવું પડશે. આજના આ સમયમાં કોઇ પણ વ્યકિત બોસ છે તે કહેવું ખોટું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *