ખેડા જિલ્લાની કુલ–૫૨૦ ગ્રામ પંચાયતો પૈકી ૪૩૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આગામી ડિસેમ્બર–૨૦૨૧માં યોજાનાર છે. આ ગ્રામ પંચાયતોની વોર્ડવાર મતદારયાદી વિધાનસભાની તા.૦૧/૦૧/૨૦૨૧ની લાયકાત તારીખે આખરી પ્રસિધ્ધ થયેલ મતદારયાદી પરથી તૈયાર કરી, તેની પ્રાથમિક પ્રસિધ્ધિ તા.૧૧/૧૦/૨૦૨૧ના રોજ કરવામાં આવેલ છે. આ મતદારયાદીઓ સબંધિત મામલતદાર કચેરી ખાતે તેમજ ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે જોવા મળી શકશે. જેથી જિલ્લાની જાહેર જનતા/નાગરીકોને જણાવવાનું કે, આ પ્રાથમિક રીતે પ્રસિધ્ધ કરેલ ગ્રામ પંચાયતોની મતદારયાદીમાં વાંધો, સુચન કે રજુઆત હોય તો સબંધિત મામલતદાર કચેરી ખાતે સત્વરે ૨જુ કરવા વિનંતી છે.

