મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લામાં કઠલાલ તેમજ મહુધા શહેર માં મુસ્લિમ બિરાદરો નો પર્વ ની ઉજવણી શાંતિપુર્ણ રીતે કરવામાં આવી અને સાદગીપૂર્વક ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો તેમજ અન્ય મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને કોવિડ -૧૯ ના ગાઈડ લાઇન ના નિયમો નો પાલન થાય તેની તકેદારી રાખવામાં મા હતી જ્યારે પોલિસ જવાનો નો સ્ટાફ પણ ખડેપગે ઉપસ્થિત રહ્યો હતો અને વ્યવસ્થા જણવાઈ રહે તે બાબતે ખાસ બંદોબસ્ત પણ કરાયો હતો
ઝુલુસ દરમિયાન ઠેર ઠેર નિયાઝ (પ્રસાદ) ચોકલેટ,આઈસ્ક્રીમ,કોલડ્રિન્ક,બિસ્કિટ જેવી નિયાઝ વહેચવામાં આવી હતી .
—————————–
પેગંબર સાહેબનો જન્મ
—————————-
પેગંબર મોહમ્મદ સાહેબ સ.અ નો જન્મ અરબી રણ શહેર મક્કામાં થયો હતો. પેગંબરના જન્મ પહેલા જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. જ્યારે તે 6 વર્ષના હતા, ત્યારે તેમની માતાનું પણ અવસાન થયું હતું. તેમની માતાના મૃત્યુ પછી, પેગંબર મોહમ્મદ સ.અ તેના કાકા અબુ તાલિબ અને દાદા અબુ મુતાલિબ સાથે રહેવાનું શરૂ કર્યું. તેમના પિતાનું નામ અબ્દુલ્લાહ અને માતાનું નામ બીબી અમીના હતું. અલ્લાહે સૌથી પહેલા પેગંબર હઝરત મોહમ્મદ સ.અ. ને પવિત્ર કુરાન આપ્યું હતું તેવું માનવામાં આવે છે. આ બાદ જ પેગંબર પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના દરેક ખૂણે અને ખૂણે લઈ ગયા હતા.
——————
ઈદે મિલાદ ઉન-નબીનું મહત્વ
—————————–
ઈદ મિલાદ-ઉન-નબીને પેગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે અને જુદા જુદા સ્થળોએથી જુલૂસ પણ કાઢવામાં આવે છે. અને મસ્જિદોમાં કુરાન (પઢવામાં) વાંચવામાં આવે છે. ઈદે મિલાદ-ઉન-નબીના પ્રસંગે ઘર અને મસ્જિદ શણગારવામાં આવે છે અને મોહમ્મદ સાહેબના સંદેશા વાંચવામાં આવે છે. હઝરત મોહમ્મદ સ.અ નો એક જ સંદેશ હતો કે માનવતામાં માનનાર જ મહાન છે. આ દિવસે લોકો ગરીબોને દાન પણ આપે છે. એવું માનવામાં આવે છે કે, ઈદ મિલાદ-ઉન-નબીના દિવસે અલ્લાહ દાન અને જકાતથી ખુશ થાય છે.

