Gujarat

જિલ્લા એસ.ઓ.જી પોલીસે કતલખાને લઇ જવાતા પશુઓ ભરેલ આઇસર ટેમ્પાને ઝડપી પાડયો હતો,,,

જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ,એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર તથા ગાંઝાની હેરાફેરી થતી અટકાવવા સારૂ પેટ્રોલીગમાં નિકળેલ અને ફરતા-ફરતા ચાપરીયા ગામની સીમમાં આવેલ જય કિશાન પેટ્રોલપંપ પાસે રોડ ઉપર આવતા એક મરૂન કલરનો આઇસર ટેમ્પો નસવાડી રોડ તરફથી કવાંટ તરફ આવતો હોય તે આઇસર ટેમ્પાની પાછળના ભાગે લોખંડના પાટીયા ફિટ કરેલ હોય અને ચાલુ ટેમ્પો હાલક ડોલક થતો હોય જેથી ટેમ્પા ઉપર શંકા જતાં સરકારી ગાડી આગળ કરી ટેમ્પો ઉભો રખાવી ટેમ્પાના ડ્રાયવરનુ નામ ઠામ પુછતા રાજેશભાઇ શંકરભાઇ વણકર ઉવ. ૩૦ રહે. કવાંટ,પારસી ફળીયા તા. કવાંટ જીલ્લો છોટાઉદેપુર નો હોવાનુ જણાવેલ તથા તેની સાથે કેબીનમાં બેઠેલ એક ઇસમનુ નામ ઠામ પુછતા તેને પોતાનુ નામ આકાશભાઇ કાલુભાઇ બામણીયા ઉવ. ૨૨ રહે. છકતલા, હરીજનવાસ તા. સોંઢવા જીલ્લો અલીરાજપુર (MP) નો હોવાનુ જણાવેલ જે ટેમ્પાની પાછળના લોખંડના પાટીયા ખોલાવી જોતાં તેમાં કતલખાને લઈ જવા ખીચોખીચ ટુકા દોરડાથી બાંધી બળદ (આખલા)  ભરેલ હોય તે બળદો માટે કોઇ ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા કરેલ ના હોવાનુ પ્રથમ દ્રષ્ટીએ જણાઇ આવતા બન્ને ઇસમોને કવાંટ પોલીસ સ્ટેશન લઇ જવામા આવેલ જે ટેમ્પાની અંદર લાલ-કાળા કલરના બળદો (આખલા) નંગ – ૧૨ જે એક બળદ (આખલા)  ની આશરે કિરૂ. ૫,૦૦૦/- લેખે કુલ કિરૂ. ૬૦,૦૦૦/- ગણી જે ટેમ્પાના ડ્રાયવરને પોતાના આઇસર ટેમ્પા નંબર GJ-06-VV- 5472 માં ગેરકાયદેસર પશુ બળદો(આખલા)  ભરી હેરાફેરી કરી લઈ જવા બાબતે પાસ પરમીટ માંગતા તે પોતાની પાસે નહી હોવાનુ જણાવતા ગેરકાયદેસર બળદો(આખલા)  ભરી વહન કરી લઈ જતાં પકડાયેલ આઇસર ટેમ્પા નંબર GJ 06 VV 5472 ની કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- ની ગણી કવાંટ પોલીસ સ્ટેશન પશુ સરંક્ષણ ધારા અધિનિયમ ૨૦૧૧ તથા સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૫, ૬ (ક), ૮ (૨) પશુ પ્રત્યે ઘાતકીપણા એક્ટની કલમ ૧૧ (બી) (ઇ) (એફ) તથા MVAct કલમ ૧૮૪, ૧૭૭, ૧૯૨ મુજબ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211027-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *