Gujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્ર જામનગર દ્વારા યોજાયેલ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્બારા હાઇજીન અને પોષણ કીટ વિતરીત કરાઇ

આજરોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ઉપસ્થિત થતાં વીજળીના પ્રશ્નો અંગે કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી તેમજ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 

આ બેઠકમાં ધ્રોલજોડિયાજામનગરકાલાવડ તાલુકા વિસ્તારના વીજ પાવરના પ્રશ્નો માટે મંત્રીશ્રીએ અધિકારીઓનું ખાસ ધ્યાન દોરી દરેક ગ્રામ વિસ્તારને અને ખાસ હાલ ઊભા પાકને પાણી પાવાની અને નવા પાક લેવાની સિઝનની શરૂઆત થતી હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પાવર મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી. 

પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ખાસ ગ્રામજનોના દરેક વીજ પ્રશ્નના ઉકેલ માટેની ખાતરી આપવામાં આવી હતી તેમજ કોઈપણ વીજળીલક્ષી ફરિયાદ માટે નં. ૬૩૫૭૩૬૩૬૦૪ પર કાર્યરત ૨૪*૭ હેલ્પલાઇન પર ફોન કરી ફરિયાદ લખાવવા અનુરોધ કર્યો હતો, જેથી વિવિધ પ્રશ્નોનો ઉકેલ ત્વરાથી લાવી શકાય. 

આ બેઠકમાં પીજીવીસીએલના અધિકારીશ્રી સી.કે.પટેલજેટકોના અધિકારીશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

icds-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *