Gujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્ર જામનગર દ્વારા યોજાયેલ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં મહિલા અને બાળ વિભાગ દ્બારા ૧૨૧ ‘વ્હાલી દિકરી’ઓને હુકમો એનાયત કરાયા

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કાનૂની સેવા સતામંડળ અને વહીવટીતંત્ર જામનગર દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૧ ના રોજ મેગા લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીને પણ સ્ટોલ ફાળવણી કરવામાં આવી હતી. આ સ્ટોલના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનપોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરમહિલા શક્તિ કેન્દ્રવ્હાલી દીકરી યોજના વગેરેના પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૨૧ જેટલા વ્હાલી દીકરી” યોજનાના હુકમનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કિશોરીઓને હાઈઝીન કીટ વિતરણ કરવામાં આવી હતી. અને જે દીકરીઓ વચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ હોય તેવી ૨૭ બાળાઓને શાળામાં પુનઃપ્રવેશ કરાવીને સ્કુલ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર જીલ્લા અદાલતના માન.પ્રિન્સિપાલ ડીસટ્રીકટ જજ અને જીલ્લા કાનૂની સેવા સતામંડળના ચેરમેનશ્રી મૂલચંદ ત્યાગીજીલ્લા કલેકટરશ્રી ડૉ.સૌરભ પારધીપોલીસ અધિક્ષકશ્રીનીતેશ પાંડેજીલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવશ્રી પી.એસ.સૂચકપ્રાંત અધિકારીશ્રી આસ્થા ડાંગરનાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન પરમારજીલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભી, મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જીલ્લા અદાલતના કર્મચારીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211015-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *