ગાંધી સપ્તાહ ઉજવણી સંદર્ભે સરકારી બી
.એડ કોલેજ, કઠલાલના તાલીમાર્થીઓ અને સ્ટાફ ધ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે તા. 04/10/2021 સોમવારના રોજ સવારે 8:30 થી 11:30 સ્વચ્છતા જાગૃતિ રેલી અને જાહેર સ્થળોની સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ કાર્યક્રમમાં સવારે 8:15 કલાકે સરકારી બી.એડ કોલેજના બધા તાલીમાર્થીઓ અને બી.એડના અધ્યાપકો દ્વારા કોલેજથી સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી. બી.એડ કોલેજ થી એસ. ટી બસ સ્ટેન્ડ,કઠલાલ બજારમાં થઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન,ન્યાય મંદિર અને મામલતદાર કચેરી જિલ્લામાં સ્વચ્છતા સૂત્રો,બેનર સાથે રેલી કાઢવામાં આવી હતી. તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેન્ડ ,ન્યાય મંદિર, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન વિસ્તરમાં સામૂહિક સફાઈ કાર્યક્રમ રાખી મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા સંદેશને લોકો સુધી પહોંચાડી માનનીય વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સરકારી બી.એડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. તા. 05/10/2021 ના રોજ ગાંધી થીમ આધારિત નાટકો અને રંગોળી સર્જન, તા: 06/10/2021 ના રોજ મહિલા બાળ સુરક્ષા વિભાગ તરફ થી સેમિનાર ,07/10/2021 ના રોજ ગાંધી ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શન ,08/10/2021ના રોજ નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા અને ગાંધી ગીત હરીફાઈ, 09/10/2021ના રોજ કોલેજ કેમ્પસમાં સામૂહિક સફાઈ અને 11/10/2021 ના રોજ ગાંધી વિચાર દર્શન તજજ્ઞ શ્રીનું વ્યાખ્યાન ગોઠવવામાં આવેલ છે.આમ વિવિધ કાર્યક્રમો રાખી ગાંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.


