ધ્રાંગધ્રા :
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યસેવકો નીમ્ભર, બેદરકાર અને ભ્રષ્ટ્રાચારી બની ગયા છે એવા આક્ષેપો જિલ્લાના સામાજિક કાર્યકરો અવારનવાર કરી રહ્યા છે તયારે રાજ્યસેવક નો એવો જ હાસ્યસ્પદ કે મનસ્વી જવાબ આપતો કિસ્સો સામે આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા સહીત અન્ય 4 અને કુલ 5 જિલ્લાના છેવાડા માં વસી ને પેટિયું રડતા અગરિયા પરિવારો રાજ્યસરકારનાં અર્થતંત્ર ને ઉપયોગી બનવા સાથે પર્યાવરણ જાળવણીમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. આ અગરિયાઓનાં નવા જોબ કાર્ડ અને કાર્ડમાં જરૂરી સુધારા માટે અગરિયાઓ હિત માટે લડતા જાણીતા સામાજિક કાર્યકર અને આગેવાન ભરતભાઈ રાઠોડ દ્વારા જિલ્લા શ્રમ આયોગને 31 સપ્ટેમ્બર નાં રોજ રાજ્ય સરકારની યોજનાઓ થી અગરિયાઓ સીધા જ લાભાન્વિત થાય એ હેતુથી જોબ કાર્ડમાં સુધારણા અને નવા જોબ કાર્ડ કાઢી આપવા બાબતની રજુઆત કરેલ હતી. જેમાં વળતા જવાબમાં શ્રમ આયુક્ત કચેરી દ્વારા વહીવટી અણસમજ કે જિલ્લાના પ્રદેશની પુરી માહિતી ન હોવી એવો હાસ્યાસ્પદ જવાબ આવેલ છે. કચેરીના ઉલ્લેખ મુજબ “કચ્છ નું નાનું રણ” કચ્છ જિલ્લાનાં કાર્યક્ષેત્ર માં આવતું હોવાથી અમારી કાચેરી ત્યાં તપાસ કે અન્ય કાર્ય કરવા અસમર્થ છે, તેમજ રજૂઆતકર્તા એ કચ્છ જિલ્લા ની કચેરીનો સંપર્ક કરી ત્યાં વિગત આપવા જણાવેલ હતું.
અગરિયાઓનાં આગેવાન ભારત રાઠોડ આ બાબતે જણાવે છે કે સામાન્ય જ્ઞાન મુજબ 12 ધોરણમાં ભણતા વિદ્યાથી ને પણ પ્રદેશ વિશે માહિતી હોય છે અહીં રાજ્ય સેવક માત્ર પોતાની જવાબદારી માં છટકવા માટે આવો ગેરવ્યાજબી અને ઉડાઉ જવાબ આપે છે જેનાથી ગરીબ અગરિયાઓ વ્યથિ અને ગુસ્સે પણ થયાં છે.
ઉલ્લેખનીય છે કે અગરિયા આગેવાન ની રજુઆત માં સ્પષ્ટ જાણ છે કે કચ્છ નું નાનું રણ સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ તમામ જિલ્લાના છેવાડાના ભાગ થી જોડાયેલું છે તયારે સુરેન્દ્રનગર નાં અગરિયાઓ નાં પ્રશ્ન માટે કચ્છ જાવું પડશે એ કેટલો વ્યાજબી જવાબ ગણાય એ પ્રશ્ને તેઓ લાલઘૂમ બન્યા છે અને હાલ તેઓએ આ બાબતે જિલ્લા કલેકટર ને શ્રમ આયુક્ત કચેરી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરેલ છે.