Gujarat

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ હેન્ડવોશિંગ દિવસની ઉજવણી કરવામાં આવી

જીસીએસ હોસ્પિટલમાં 16 ઓક્ટોબર ના રોજ વિશ્વ હેન્ડવોશિંગ દિવસની ઉજવણી કરવામાં આવી. કોરોનાના સમયમાં હાથ ધોવાનું કેટલું જરૂરી છે એ તો સૌને જ સમજાઈ ગયું હશે. અને હોસ્પિટલ માં જ્યારે વિવિધ પ્રકારના દર્દીઓ દાખલ હોય ત્યારે દર્દીઓ અને તેમનું ધ્યાન રાખતા કર્મચારીઓ માટે ચેપ ફેલાતો રોકવા હાથ ધોવા એ જ સરળ અને ઓછો ખર્ચાળ ઉપાય છે. જીસીએસ હોસ્પિટલના કર્મચારીઓ અને દર્દીઓની જાગૃતતા માટે બધા વોર્ડ્સ અને મુખ્ય સ્થાનોએ હાથ ધોવાના સ્ટેપ્સનું વ્યક્તિગત રીતે ડેમોન્સ્ટ્રેશન કરવા વાળા લોકોને ચોકલેટ આપી  પ્રોત્સાહિત  કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિમાં ૭૦૦થી વધુ લોકોએ ભાગ લીધો આ કાર્યક્રમ ના મુખ્ય કેન્દ્ર પ્રસુતિ, બાળકો અને સર્જરીનો વોર્ડ હતો કારણ કે માતા, નવજાત શિશુ અને ઓપરેશન થયેલા વ્યક્તિઓને ચેપ લાગવાનું સૌથી વધારે જોખમ હોય છે.
                                                                                                                                                                                   જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

IMG-20211016-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *