જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં ગઈકાલે વંથલી તાલુકા અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી સમિતિની બેઠક મળી હતી.બેઠકમાં વંથલી તાલુકાના ભાજપ કાર્યકરો, હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક માં સરકારશ્રી માંથી મળતી દરેક યોજનાઓ,સહાયો સહિત ના સરકારમાંથી મળતા દરેક લાભો અંગે ની માહિતીઓ આપવામાં આવી હતી.બેઠક માં ભાજપ અનુ.જાતિ પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર, માજી ધારાસભ્ય વંદનાબેન મકવાણા,માજી ધારાસભ્ય સામત ભાઈ રાઠોડ જુનાગઢ જિલ્લા અનુ.જાતિ ભાજપ પ્રમુખ બાબુભાઈ મકવાણા,જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી ચંદુભાઈ મકવાણા,મહામંત્રી દેવશીભાઇ ખાણીયા, શત્રુજ્ઞભાઈ ચૌહાણ વંથલી તાલુકા અનુ.જાતિ મોરચા પ્રમુખ નાનજીભાઈ વાણવી,મહામંત્રી નારણભાઈ ઝાલા વંથલી શહેર દલિત સમાજ આગેવાન વિજયભાઈ વાણવી, સંજયભાઈ વાણવી,હાર્દિકભાઈ વાણીયા, નીતિનભાઈ વાણવી સહિત ના યુવા ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
