ભુ માફીયાઓએ માજા મુકી હોય તેમ ગેર કાયદેશર ખાણો ધમધમી રહીછે લગભગ દરરોજ ૨૦ થી ૨૫ પત્થર ભરેલા ટ્રકો ની હેરાફેરી થાય છે તેવું લોક ચર્ચાય રહ્યું છે,,
તો બીજીતરફ ભાજપના માથાઓની આ પત્થરોની ખાણ હોવાથી અધિકારીઓ પણ આંખ આડા કાન કરતાં હોય તેમ મુખ પ્રેક્ષક બન્યાહોય તેમ લાગી રહયું છે
આ તમામ ખાણ ભાજપના એક મોટા માથાના ઓથ હેઠળ ચાલતી હોવાની આશંકા
એક ભાજપના મોટા માથાની ખાણ હોવાની આશંકા વિકાસ સીલ ગુજરાત ના જુનાગઢ જિલ્લા ના માંગરોળ ના શીલ, દિવાસા, ચોરવાડ, ખોળાદા ગામે
આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાઇ તેવી લોક માંગ ઉઠી છે
જુનાગઢ માંગરોળ તાલુકાના શીલ ગામે ભુ
માફીયાઓએ માજા મુકી હોય તેમ ગૌચરની જમીન ની અંદર પત્થરની ખાણો ચાલતી હોવાની આ શંકા શેવાઇ રહી છે ત્યારે આ બાબતે તપાસ કરવાની અવાર નવાર લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી હોવા છતાંપણ ખાણ ખનિજ વિભાગ દ્વારા કેમ તપાસ કરવામાં નથી આવતી તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહયા છે
જયારે ખાસ બાબતતો એ છે કે ગૌચરની જમીનમાં ખાણ ચાલતી હોવાની જે શંકા છે જેમાં તંત્ર દવારા તટષ્ટ તપાસ કરવી જોઇએ અને જો ખરેખર સત્ય હોય તો જવાબદારો સામે કાયદેસર દંડ અથવા સજાની કાર્યવાહી થાઇ તેવીપણ લોક માંગ ઉઠી છે
માંગરોળના શીલ દિવાસા ગામે અનેક ખાણો ચાલેછે જેમાં જે સર્વે નંબરમાં લીજની મંજુરી હોય તે જગ્યા ની બાજુમાં લાગુ અડીને આવેલ સર્વે નંબર સરકારી ગૌ ચરની જમીન ઉપર ખાણો ધમધમતી હોવાની પણ આ શંકા શેવાઇ રહી છે પરંતુ આ બાબતે કેમ તપાસ થતી નથી તેપણ ચર્ચાઓ જાગી છે કે પછી કોઇ રાજકીય મોટા માથાના સગા સંબંધી ની ખાણો હોવાની પણ શંકા છે અને એટલા માટેજ તપાસ નથી થતી તેવુંપણ આક્ષેપો સાથે ચર્ચા સાંભળવા મળી રહી છે પરંતુ જો આ બાબતે ઉચ્ચ કક્ષાએથી ખનિજ વિભાગ દ્વારા કાયદેસર તપાસ થાઇ અને જવાબદારો સામે કાયદેસર પગલાં લેવાઇ તેવી લોક માંગ ઉઠી છે
જયારે આ ખાણોની પત્થરોની ગાડીઓ ઓવર લોડેલ ચાલતી હોવાથી રસ્તાઓપણ મગરમછ ની પીઠ માફક બની ચુકયા છે અને આ બાબતે પણ અવાર નવાર રજુઆતો કરવા છતાંપણ કોઇ કાર્યવાહી થતી નહી હોવાના પણ તંત્ર ઉપર આક્ષેપો થય રહયા છે જયારે આ ખાણો ની ડમરીઓ પરીયાવરણને પણ લોકો જોખમી ગણાવી રહયા છે પરંતુ આ ખાણો રાજકીય મોટા માથાની ઓથ હેઠળ ચાલતી હોવાની શંકાથી તપાસ થતી નથી કે શું ? તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


