અમદાવાદ
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગટરમાં એક પાંચ વર્ષની બાળકી ગરકાવ થઈ હતી.આ અંગેનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી માટે દોડી ગઈ હતી.જયાં તેને ગટરમાંથી બહાર કાઢી ૧૦૮ મારફત વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે. આ અંગે ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર,શનિવારે રાતના નવના સુમારે જુહાપુરાના રોયલ અકબર ટાવર,લાલ પ્લાઝા સ્કૂલ પાસે ગટરમાં નાની બહેન નામની પાંચ વર્ષની બાળકી અગમ્યકારણોસર ગરકાવ થતા તેને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.