Gujarat

જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયત નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

જૂનાગઢ જિલ્લાની તમામ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં
જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયત હેઠળ વિસાવદર નાં ઢેબર સીટ બિન હરીફ જાહેર થઈ હતી, સાથે વિસાવદર, અને માણાવદર નગરપાલિકા ઓની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં ગત તારીખ 3.ઓક્ટોબરના રોજ મતદાન યોજાયું હતું, મતદાન યોજાઈ ગયા બાદ ત્રીજા દિવસે આજરોજ મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ભાજપ ના ઉમેદવારોએ મેદાન માર્યું હતું અને ભાજપનો ભગવો લહેરાયો હતો, આ તકે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે સંગઠનના તમામ કાર્યકરો અને જનતા જનાર્દન એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સાથે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ મુકેલા વિશ્વાસ બદલ ખુશી વ્યક્ત કરીને ઉમેર્યું હતું કે આપનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી એળે નહીં જવા દે, માણાવદર અને વિસાવદર ની જનતાને પાયાની સુવિધાઓ મળી રહે સાથે સાથે સરકારશ્રી તરફથી લોક ઉપયોગી કલ્યાણકારી સેવાઓ તેમજ યોજનાઓનો લાભ દરેક નગરજનોને મળે એવી ખાતરી પણ આપી હતી, આ તકે જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો તેમજ દરેક મંડળના કાર્ય કરો અને જિલ્લા ભાજપની ટીમના આ સહિયારા પ્રયાસથી આ પરિણામ મળ્યું છે તેને સહર્ષ વધાવી લીધું હતું.

IMG-20211005-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *