રેન્જ આઈજી મનિંદર પ્રતાપસિંધ પવાર તથા જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીને લોકોના ચોરી થયેલ તેમજ ખોવાઈ ગયેલ મોબાઈલ ફોનના બનાવો અવારનવાર બનેલ હોય, જે ધ્યાને આવતા જે મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને મળે તે માટે જુનાગઢ ખાસ ઝુંબેશનું આયોજન કરવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને સુચના કરવામાં આવી હોય, જે અનુસંધાને એસ.ઓ.જી ના પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ જે.એમ.વાળા, એસ.ઓ.જી. સ્ટાફ તથા સાયબર ક્રાઈમ સેલ સતત પ્રયત્નશીલ હોય, તે દરમ્યાન એસ.ઓ.જી પો.કો મહેન્દ્રભાઈ ડેર તથા ધર્મેશભાઈ વાઢેળને બાતમી મળેલ
જુનાગઢ શહેરના એમ.જી.રોડ પર આવેલ ક્રિષ્ટલ એપાર્ટમેન્ટમાં આવેલ “રાજ મોબાઈલ” નામની દુકાનનો સંચાલક કોઈપણ આધાર પુરાવા વગર તેમજ ગેરકાયદેસર મોબાઈલ લે-વેચ કરી રહ્યો હોવાની બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા ઉપરોક્ત મોબાઈલની દુકાન પર રેઈડ કરતા કોઈપણ આધાર પુરાવા વગરના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ ૫૦૪ તથા લેપટોપ નંગ ૧ સહિત દુકાન સંચાલક કાજીમ મહંમદભાઈ રાજસુમરાને રૂ. ૨૭,૯૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
