જેતપુરની ભાદર નદીમાં ઘોડા પુર આવ્યુ હતું અને આ પુરના પાણી ને લઈ ને જેતપુરમાં અનેક નાના પુલ અને નાલાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા, જેમાં જેતપુર થી દેરડી ગામ જવાનો મુખ્ય પુલ અને રસ્તા ઉપર આ પુરના પાણી ફરી વળેશે જેનાથી કલાકો માટે દેરડી તેમજ અન્ય 10 ગામોના લોકોને આવવા-જવાનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. જેને લઈ ને અનેક લોકો નદીના બંને કાંઠે પુર ના પાણી ઓસરે તેની રાહ જોવી પડી છે
જેતપુર થી દેરડી જવાનના આ બેઠા પુલ પર પાણી ફરીવળતા આ પુલ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે, જેના પર વાહન ચલાવવું તો ઠીક, ચાલીને પસાર થવામાં પણ ઇશ્વર યાદ આવી જાય તેવી સ્થિતિ છે. આ પુલ દેરડી,ખોડલધામ, સહિતના 10 જેટલા ગામોને જોડે છે પુલ બિસ્માર હાલતમાં હોવાના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને વારંવાર લોકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. જેનાથી લોકોની હાલાકીમાં ઔર વધારો થયો છે. પુલ પર ગાબડાં પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો ભારે હેરાન-પરેશાન બની ગયા છે. આ બેઠા પુલને ઊંચો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.