Gujarat

જેતપુરના જલારામ મંદિર પાસેથી સેન્ટિંગની 60 પ્લેટોની ચોરી થઇ ખુલ્લી જગ્યામાં મુકેલી 60 હજાર રૂપિયાની પ્લેટો શખ્સો ઉઠાવી રફુચક્કર થઇ જતાં ફરિયાદ

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિર પાસે મકાનનું ઘાબુ ભરવા માટે લાવેલ સેન્ટીંગની ૬૦ પ્લેટો રૂપિયા ૬૦ હજારના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ત્રણ ચાર ચોર ઈસમ ચોરી કરી પલાયન થઈ ગયાનું. આ અંગે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઈ હતી. પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાં તસ્કરો બેફામ બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચોરીઓના બનાવોમાં સતત વધારો થઈ રહયો છે. હવે ખુલ્લી જગ્યાઓમાં રાખેલો સામાન પણ તસ્કરો છોડતા નથી.

જેતપુરના બોરડી સમઢીયાળા ગામના બાંધકામ કન્ટ્રકશનનો ધંધો કરતા નિલેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.મ.૨૮)એ નોંધાવેલ ફરિયાદ મુજબ જલારામ મંદિર પાસે બાંધકામની જગ્યા પર બાંધકામની સાઇટ પર કામ ચાલતું હોય જેમાં નિલેશભાઈએ કુલ ૧૨૦ જેટલી પ્લેટો થપ્પો મારીને મૂકી હતી.જેમાથી ૬૦ જેટલી પ્લેટો ગણતાં જગ્યા પરના હોવાનું માલુમ પડતા ૬૦ જેટલી પ્લેટો ગુમ થતા જેમની કિંમત ૧.૦૦૦ લેખે ૬૦ પ્લેટોની કિંમત રૂ.૬૦.૦૦૦ ધાબુ ભરવાની પ્લેટો તસ્કરો ઉઠાવી ગયાનું માલુમ પડતા આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરતા મળી આવેલ ના હોઈ.આ અંગે નિલેશભાઈ એ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ ચાર ચોર ઈસમો સામે ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *