શહેરના જૂનાગઢ રોડ પર આવેલ એસબીઆઈ બેંકના મેનેજર મનોરંજનકુમાર શ્રીબાસુદેવપ્રસાદ એ બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતો વિજય ગંગારામ દાણીધારીયા નામના કર્મચારી સામે રૂ.43,75,000 લાખની ઉચાપત કાર્યની જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે અલગ અલગ ટીમો જૂનાગઢ તરફ તપાસમાં પહોંચી હતી.
બનાવની વિગતો અનુસાર,એસબીઆઈ બેંકના સીડીએમ મશીનમાં રૂ.43,75 લાખ રૂપિયા મુકવા માટે આપ્યા હતા.ત્યારબાદ બપોરનો રીસેશનો સમય થતાં આ કર્મચારી જેતપુરની બાજુમાં જ આવેલ પોતાના ગામ વીરપુર જમવા માટે ગયો હતો.રીસેશ પુરી થઈ ગઈ અને ત્રણેક વાગવા આવ્યા છતાં વિજય પરત ન દેખાતા મેનેજરે એટીએમ મશીનમાં જઈને જોયું તો સીડીએમ મશીનનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં પૈસા નહોતા.આ જોઈ બેન્ક મેનેજરે તરત જ વિજયને ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો એટલે મેનેજરને વિજય ઉચાપત કરી ગયો હોવાનો અહેસાસ થયો હતો.
તેમ છતાં વિજય બેંકનો 12 વર્ષ જૂનો કર્મચારી હોય એટલે થોડી રાહ જોઇ અને તેમના ઘરે જઈ તપાસ કરી પરંતુ વિજયનો કોઈ અતોપતો જ ન મળતા મેનેજરે પોલીસને જાણ કરી હતી.સીટીપીઆઇ પી.ડી. દરજી પોતાના સ્ટાફ સાથે બેંકે પહોંચી ગયા હતાં અને સીડીએમ મશીનની તપાસ કરતા મશીનનો દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો. જેથી પોલીસે બેન્કના મેનેજરની ફરિયાદ પરથી કેશિયર દ્વારા રૂ.43,75 લાખની ઉચાપતની ફરીયાદ લઇ કાર્યવાહી કરવામાં આવી રહી છે.હાલ જેતપુર સીટી પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ.વસાવા અને સ્ટાફને એક નોટ પણ મળી આવી હતી. જેમાં વિજયે લખ્યું છે હું જે પણ કરી રહ્યો છું તે મજબૂરીમાં કરી રહ્યો છું તેમજ પરિવારને પરેશાન ન કરવા જે પણ પોલીસે કબ્જે લીધી છે.હાલ ગ્રામ્ય પોલીસની ટીમેં કેશિયર વિજયની શોધખોળ આદરી હતી.જેમાં હાઇવે પરના સીસીટીવી ફુટેઝ તપાસતા કેશિયર જૂનાગઢ તરફ જતો હોવાનું જાણવા મળતા અલગ અલગ ટીમોએ જૂનાગઢ પહોંચી તપાસ આદરી છે.