Gujarat

જેતપુરનો બગીચો પ્યાસીઓ માટે બન્યો દારૂ પીવાનો અડ્ડો !

જેતપુરના હાર્દસમાં સરદાર ગાર્ડનમાં નાગરિકો બાળકો સાથે હરવા ફરવાના આશયથી જતાં હોય છે. પરંતુ હવે આવારા તત્ત્વોએ તેને દારૂના અડ્ડામાં ફેરવી નાખતા સભ્ય સમાજના લોકોને માટે શહેરના એક માત્ર બગીચાના દરવાજા બંધ થઇ જવા પામ્યા છે. દિવસભર અહી અડ્ડો જમાવીને બેસતા દારૂડિયા તત્વો બેફામ દારૂ ઢીંચીને અરૂચીકર વર્તન કરતા હોવાથી સજજન લોકો પોતાના બાળકોને અહીં લઇ આવતાં ખચકાય છે.

જેતપુર શહેરમાં નગરપાલિકા સંચાલીત સરદાર ગાર્ડન બગીચાની દુર્દશા થઇ રહી છે. અહીં આવારા તત્ત્વો દારૂના અડ્ડા તરીકે બગીચાનો ઉપયોગ કરી રહ્યા છે.અહીં ફરવા આવવા લોકોને તીનબતી સુધી આવીને પરત ચાલ્યા જવાની ફરજ પડે છે. જેથી, હરવા-ફરવાની એકમાત્ર સુવિધા ખૂંચવાઇ જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનિયમિત સફાઈના અભાવે બગીચો છેલ્લા થોડા સમયથી ગંદકી અને કચરાના ખડકાતા ઢગમાં ફેરવાઇ રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમયાન આવારા તત્વોના ડેરાતંબુ જામેલા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી મોબાઇલમાં ગેમના રૂપે જુગાર રમનારાઓનો અહીં અડીંગો વધી રહ્યો છે. પરિણામે બગીચામાં હળવાશ માટે હરવાફરવા આવનાર શહેરીજનો અને વોકિંગ માટે આવનાર સિનિયર સિટિઝનોને પરેશાની ભોગવવી પડી રહી છે.

દારૂડિયા, જુગારીયા અને આવારા તત્વો માટેના સલામત આશ્રયસ્થાન તરીકે સરદાર બાગ જાણીતો બની રહ્યો છે. આથી શહેરની વચ્ચોવચ્ચ બગીચો હોવા છતાંયે શહેરીજનો બગીચામાં હરવા-ફરવાનો આનંદ માણી શકતા નથી.નગરપાલિકા દ્વારા વર્ષો અગાઉ બાગની સુંદરતા વધારવા માટે મુખ્ય ગેટથી પાછળના ગેટ સુધી બંને તરફે ફુવારા મૂકવામાં આવ્યા હતા. પરંતુ સમય જતા ફુવારા માટે નાંખવામાં આવેલી લોખંડની પાઇપો અસામાજિક તત્વો ઉઠાવી ગયાનું ચર્ચાયું હતું.

જો કે તંત્ર દ્વારા ચોકીદારની નિમણૂક કરવામાં આવી હોવા છતાં તે બગીચાની રખવાળી માટે હાજર રહેતા ન હોવાનું પણ જોવા મળે છે. બીજી તરફ બગીચો જાહેર સ્થળ હોવા છતાંયે કેટલાક પ્રેમી પંખીડા સ્વેરવિહારી બનીને બીભત્સ ચેનચાળા કરતા હોવાથી બાળકોને લઇને બગીચામાં આવનાર પરિવારો ક્ષોભજનક સ્થિતિ અનુભવે છે.બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વો બગીચામાં ટોળું થઇને મોબાઇલ ઉપર લુડો ગેમ દ્વારા જુગાર રમીને નાણાંની હાર-જીત કરી રહ્યા છે.પરંતુ દિવસ દરમયાન પોલીસ જવાન હાજર રહેતા ન હોવાનું જાગૃતજનોએ જણાવ્યું હતું. બગીચાની દેખભાળ પરત્વે પાલિકાના જવાબદાર તંત્રની પણ બેદરકારી જોવા મળી રહી છે. આ અંગે પણ જાગૃતજનો દ્વારા રજૂઆત છતાંયે સરદાર બાગની કાળજી લેવામાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

બુટલેગર દ્વારા પોલીસને આપવામાં આવતા હપ્તાનો વિડીયો વાયરલ થતા ચકચાર

જેતપુરના નવાગઢ પાસે આવેલ ભાદર નદીના કાંઠે ચાલતા દારૂના હાટડા અંગે નમુખ્ય સમાચાર’ની ટીમે પર્દાફાશ ર્ક્યા બાદ જેતપુર સીટી પોલીસની હપ્તાખોરી અંગે બુટલેગર નો વિડીયો વાયરલ થયાના સમાચાર પ્રસિધ્ધ થતા સમગ્ર જેતપુરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેતપુરના હાર્દસમા શારદાબાગ બગીચામાં દારૂની પોટલીઓ અને દારૂડીયાઓ ખુલ્લેઆમ દારૂની મહેફીલ કરતા હોવાના પુરાવાઓ મળી આવતા વધુ એક વાર જેતપુર સીટી પોલીસની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *