જેતપુરના જાહેર માર્ગો પર ગેરકાયદેસર ફટાકડા વહેંચતા સ્ટોલ દુકાનોના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાનું વેંચાણ મામલે જેતપુરના સદસ્યએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી હતી
જેતપુર શહેરના મુખ્ય માર્ગ જેવા કે જુનાગઢ રોડ, ધોરાજી રોડ, જૂના પાંચપીપળા રોડ, બસસ્ટેન્ડ રોડ, એમ.જી.રોડ, સ્ટેશન રોડ, જગાવાળા ચોરા, બોખલા દરવાજા, ચાંદની ચોક, કણકિયા પ્લોટમાં હોસ્પિટલ, બેન્ક વગેરેની આજુબાજુમાં ફટાકડાની દુકાનો સ્ટોલ અને ગોડાઉન બનાવી અમુક તકવાદીઓ ફટાકડાનાં વેચાણ કરવા માટે બેસી ગયા છે ત્યારે મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ, એલ. પી.જી. કે સી.એન.જી. વાળાં વાહનો પસાર થતાં હોય ત્યારે દુર્ઘટના સર્જાવાની શક્યતા પૂરેપૂરી હોય, આ બાબતે જેતપુર નવાગઢ નગરપાલિકા ના અપક્ષ સદસ્ય મહમદભાઈ સાંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે ગેરકાયદેસર ચાઈનીઝ ફટાકડાના સ્ટોલ બાબતે મામલતદાર કચેરી ખાતે અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ના આવતા આજે ફરી વાર જેતપુર મામલતદારશ્રી ને આવેદનપત્ર આપી આગળ ના સમયમાં ગેરકાયદે ચાલતા ફટાકડા વેચાણ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આત્મવિલપની ચીમકી ઉચ્ચારી હતી.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


