જેતપુર શહેરના સામાજિક આગેવાન અનિકેત બાવીસાએ મામલતદાર કચેરી ખાતે આક્ષેપો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં
જેતપુર તેમજ નવાગઢ શહેરની અંદર અનેક રસ્તાઓ , શેરીઓ જે હાલ સુધી રસ્તા બનાવવામાંજ નથી આવ્યા તેમજ હાલ થોડા દિવસ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ જેતપુર ખાતે પધારવાના હોય ત્યારે તંત્ર દ્વારા જયાંથી મુખ્યમંત્રી જવાના હોય તેવા મુખ્ય માર્ગો પર રાતો – રાત ડામરના રોડ તેમજ સી.સી. રોડના સમારકામ થઇ ગયા. ત્યારબાદ જે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર EESL કંપનીનો લાઇટનો કોન્ટ્રાકટ ચાલતો હોય તેની અંદર આ કંપનીના પેટા કોન્ટ્રાકટર પાસે ઘણાં સમયથી લાઇટ રીપેરીંગ કરવાનું મટરીયલ્સ ન હોય તેમજ નવી લાઇટો માટેનો જથ્થો પુરતા પ્રમાણમાં ન હોય ત્યારે મુખ્યમંત્રી આવવાના હોય તેના ૨૪ કલાક પહેલા જ નવી લાઇટ તેમજ લાઇટ રીપેરીંગના કામકાજ ચાલુ કરી દેવામાં આવેલ હોય . તેમજ જેતપુર શહેરની અંદર સી.સી.રોડ મારફતે મુખ્યમંત્રી જે રસ્તેથી જવાના હતા તે સી.સી.રોડ તેમજ શહેરની ગલીઓમાં સાફ સફાઇ તેમજ ભુર્ગભગટરની લાઇનોને સમારકામની કામગીરી નગરપાલિકાના તંત્ર દ્વારા તાકીદે કરવામાં આવેલ આવી કામગીરી પ્રજાના કામ માટે આવે તો પ્રજાએ આપેલ ટેક્ષ , ભુર્ગભ ગટરનો ટેક્ષ , શિક્ષણવેરાનો ટેક્ષ દીવાબત્તી લાઇટલનો ટેક્ષ તેમજ અન્ય તમામ ટેક્ષ જે નગરપાલિકા પ્રજા પાસેથી વસુલ કરે છે . તે બધા ટેક્ષનો ઉપયોગ જો મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે જેવું કામ કરેલ હોય તેવું જ કામ પ્રજા માટે કરવામાં આવે તો પ્રજાએ ભરેલો નગરપાલિકાનો ટેક્ષ એ પ્રજાના કામ માટે વપરાય છે એમ કહી શકાય .તેમજ મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે શહેરના મુખ્યમાર્ગો પર કામ ચાલતુ હોય તે કામ મુખ્યમંત્રીના નજરમાં ન આવે તે માટે ત્યાં મંડપ ડેકોરેશન કરવામાં આવે છે તેમજ જે વિસ્તારમાંથી મુખ્યમંત્રી જવાના હોય તે તમામ મુખ્ય માર્ગો પર જે નાના મોટા વેપારીઓ જે રોજીંદુ વ્યવસાય કરીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન કરે છે . તેવા શાકભાજીની લારીઓ , પાનના ગલાઓ , મેડીકલ સ્ટોર જેવા તમામ જરૂરીયાત નાના વ્યવસાયઓ મુખ્યમંત્રી આવવાના હોય અને જયાં સુધી મુખ્યમંત્રી ને જવાનો સમયગાળો હોય તે સમયગાળા દરમ્યાન બંધ કરાવી અનેક નાના વ્યકિતઓના ધંધા રોજગાર છીનવી નાના માણસો તેમજ નાના વ્યકિતઓના ઘરે ચુલા ઠારયા હતા . મુખ્યમંત્રી આવવાના હોય તે પહેલાં જેતપુર શહેરની અંદર પોલિસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીના હોદેદારો , કાર્યકર્તાઓ તેમજ ભાજપ સરકારની સામે વિરોધ્ધ કરતા અલગ – અલગ સમાજના આગેવાનોને જેતપુર શહેર પોલિસ દ્વારા નજર કેદ કરવામાં આવેલ હોય જો ભાજપ સરકાર આવા વિરોધ્ધથી ડર લાગતો હોય તો પ્રજાના કામ કયાં હેતુથી નથી કરતા આગામી સમયની અંદર જો કોઇ જે કોઇ સક્ષમ અધિકારીઓ દ્વારા કોઇ પણ વ્યકિતને નજર કેદ કરવામાં આવશે તો લોકશાહીમાં પ્રજાના પૈસાનો ખોટો વેડફાટનો વિરોધ કરવાનો દરેક નાગરિકને તેમજ વિરોધ્ધ પક્ષને બંધારણીય અધિકાર છે .કોઇ મજબુત સબુત વગર કોઇને નજર કેદ કે પોલિસ દ્વારા હેરાન પરેશાન ના કરી શકાય . કાયદાના પાલન કર્તા જ જો ઉલ્લંઘન કરે તો ના છુટકે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરવાની ફરજ પડશે તેવી ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું હતું
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


