જેતપુરના નકલંક આશ્રમ રોડ પર આવેલ ઘનશ્યામ વાટીકા સોસાયટીમાં આશરે ૨૦ થી પણ વધારે રહેણાંક મકાનો આવેલ છે. ઘનશ્યામ વાટીકાની ઉત્તરે વિશાલ વાટીકા જે નવાગઢ સર્વે નં .૧૩૪ / ૧ પૈકી એ .૪.૨૦ ગુંઠા થી રહેણાંક હેતુ માટે બીનખેતી જમીન થયેલ છે.આ વિશાલ વાટીકા બીનખેતી જમીનમાં પ્લોટ નં .૧ થી ૧૮ ની પુર્વ બાજુએ રસ્તો આવેલ છે આ રસ્તો નકલંક આશ્રમ વાળા મેઈન રોડથી ઘનશ્યામ વાટીકા સુધી આવેલ હોઈ.હાલ પ્લોટ નં૧ ની દક્ષિણે આવેલ રસ્તો જે વિશાલવાટીકા ઓના રહેવાસીઓ ફેન્સીંગ કરીને બંધ કરી દીધેલ હોઈ. આ રસ્તો બંધ થવાથી ઘનશ્યામ વટીકાના રહીશોને સોસાયટીમાં આવ – જા કરવામાં અગવડતા ઉભી થયેલ તેમજ ચોમાસુ હોવાથી ઘનશ્યામ વાટીકાની પુર્વે આવેલ ખેતરાઉ ગાડા મારગમાં પાણી ભરાઈ જવાથી તે રસ્તામાં આવ – જા થઈ શકે તેમના હોઈ જેથી ઘનશ્યામ વાટીકાના રહેવાસીઓને ચાલવા માટે તકલીફ પડતી હોય જેથી જાહેર રસ્તો વિશાલ વટીકા સોસાયટીના રહીશોને ખુલ્લો કરવાનુ કહેતા તે રસ્તો ખુલ્લો કરવાની ના પાડેલ હતી જેથી જાહેર રસ્તા બંધ કરેલ છે તેને ખુલ્લો કરવા માટે ચીફ ઓફિસરને ઘનશ્યામ વાટિકા ના રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું


