રાજયમા નવી સરકાર અને નવું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારે સરકાર સામે તલાટીઓ પોતાની માંગનો લઈને અડગ જોવા મળી રહ્યા છે જેથી આજે જેતપુરમાં તમામ તલાટી મંત્રીઓ કામથી અડગા રહીને વિરોધ નોંધાવ્યા હતો. અહી ઉલ્લેખનિય છે છેલ્લા ઘણા સમયથી તલાટીઓ દ્વારા સરકાર સામે પોતાની માંગોને લઈને વિવિધ રજૂઆત કરવામાં આવી છે પરતું સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
આજે જેતપુર તાલુકાના તમામ ગ્રામપંચાયતોમાં કામગીરી ઠપ થઈ છે.ત્યારે તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ આજે એક સાથે માસ સીએલ પર ઉતરયા છે અને બેંનરો સાથે તાલુકા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો તલાટીઓના વિરોધથી વરસાદી તારાજી વચ્ચે સરવેની કામગીરી પણ ખોરવાઈ છે.પડતર પ્રશ્નોના ઉકેલ માટે તલાટીઓ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન અને હડતાળનું હથિયાર અપનાવી લડત આપી રહ્યાં છે. ગત સોમવારે તલાટીઓ પંચાયતમાં હાજર રહી કામગીરીથી અળગા રહ્યા હતા. જેથી લોકોના મહત્ત્વના કામો અટકી પડ્યા હતા. ત્યારે ફરી લોકોને ગ્રામપંચાયતના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તાલુકાના તમામ તલાટીઓ એક સાથે માસ સીએલ પર ઊતર્યા છે. જેથી ગ્રામપંચાયતોમાં આજે એક પણ કામ નહીં થઈ શકે.તમામ તલાટી કમ મંત્રીઓ આજે જેતપુર તાલુકા પંચાયત ખાતે ઊમટી પડયા હતા અને.અહીં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. સાથે જ ઓનલાઈન કામગીરી તેમજ તલાટી મંત્રી કેડરના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બહિષ્કારની ચીમકી આપી છે બીજી તરફ તલાટીઓના વિરોધથી વરસાદી તારાજીને લઈ અસરગ્રસ્તોના સરવેની કામગીરી પણ અટકી પડશે. સાથે વરસાદી આગાહીના પગલે તલાટીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.તે વચ્ચે તાલુકાના તલાટી મંત્રીઓ માસ સીએલ પર છે.જેનાથી ખેડૂતોને પણ હડતાળની અસર થઈ છે.
તલાટીઓની માંગ છે કે વર્ષ ૨૦૦૪-૦૫માં ફીકસ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની ૫ વર્ષની સેવાને સળંગ ગણવામાં આવે તેમજ ૨૦૦૭ના તલાટી સિનિયર અને ૨૦૦૫ના તલાટી જૂનિયર ગણાય છે ત્યારે આ મુદ્દે નિર્ણય કરવામાં આવે, તેમજ ૨૦૦૪-૦૫માં ભરતી થયેલા ૯૭૫ તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી તેને લઈ સરકાર સામે જલ્દી નિર્ણય કરવાની માંગ કરાવમાં આવી રહી છે.તલાટીઓ માંગ કરી રહ્યા છે કે ૨૦૦૭ના તલાટીને ૧૨ વર્ષની નોકરી પછી પણ ઉચ્ચતર પગાર ધોરણ મળતું નથી, અને E-TASથી તલાટીઓની હાજરી પૂરાય છે તે નિર્ણયને રદ કરવાની પણ તલાટીઓ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે વિવિધ મુદતોમાં જવાનું હોય છે તેથી E-TASથી હાજરી પૂરવી શકય નથી તેથી ગામે ગામે જઈને હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવો જોઇએ તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે.
તલાટીઓની સીધી ભરતી કરતા પહેલા હાલના ફેરબદલીની અરજીઓ ધ્યાને લેવાતી નથી એટલું જ નહીં નિયમ છતાં ૫ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી પણ આપવામાં આવતી નથી, ત્યારે પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે બંધ થાય તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત બેંકોના કામ, જમીન સંપાદનની કામગીરી કરાવાય છે જે બંધ થવી જોઈએ તેમજ મનરેગાના કામની તમામ જવાબદારી સોંપાય છે જેને બંધ કરવી જોઈએ તેવું પણ તલાટીઓની માગણી છે. આ ઉપરાંત પણ તલાટીઓની વિવિધ માંગોને લઈને તલાટીઓ રજૂઆત કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કયારે તલાટીઓની આ માંગ સંતોષાય છે.