સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે ઉમેદવારોના સમર્થકોના ટોળા ઉમટ્યા:પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
દેવકીગાલોલ ગ્રામ પંચાયતની એક વોર્ડમાં ટાઈ પડી
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરતા ૭પ.૭૬ ટકા મતદાન થયેલ કુલ ૪૭ ગ્રામપંચાયતોમાંથી ૪૧ જગ્યાએ ચૂંટણી યોજાઇ હતી પાંચ બેઠકો બીનહરીફ થયેલ જયા કોઇ વિરોધી ઉમેદવાર ન હોય સમરસ થઇ ગયેલ તમામ બેઠકોની મત ગણતરી આજરોજ સવારે ૯ કલાકે સેન્ટફોસીસસ્કુલ ખાતે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલ હતી
તાલુકાના વિરપુર ગામમાં સરપંચ માટે કુલ ૧૧ ફોર્મ ભરાયા હતા અને સભ્યોમાં ૧૪ વોર્ડમાં કુલ ૬૩ ફોર્મ ભરાયા જેમાંથી સરપંચના ૭ અને સભ્યોનાજ રદ ૧૦ પાછા ફોર્મ ખેચાતા સભ્યોના સૌથી વધુ ઉમેદવારો ૪૯ હરીફાઇમાં હતા.
મતગણરીના સ્થળે વ્હેલી સવારથી જ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા બેલેટ પેપરથી મતદાન થયેલ હોય મતગણતરીમાં વધુ સમય લાગશે જેથી લોકોના ટોળાએ મોડે સુધી પોતાના ઉમેદવારના વિજય માટે રાહ જોવી પડશે.
જેતપુરની દેવકીગાલોળ ગ્રામ પંચાયતની મતગણતરીમાં વોર્ડ નંબર ૧૦ ના ઉમેદવાર ગિરધરભાઈ રાણાભાઈ શેલડીયા તેમજ બ્રિજેશ વલ્લભભાઈ પાનસેરિયા બંને ઉમેદવારોને ૬૯ મતો મળતાં મતગણતરીમાં ટાઈ થઈ હતી આ અન્વયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અધિનિયમ મુજબ ચૂંટણી અધિકારી તરફથી એક વધારાનો મત નક્કી થયેલો હોય જેના અનુસંધાને બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી ઉલાળતા ગિરધર ભાઈ રાણાભાઈ શેલડીયા વિજેતા જાહેર થયા હતા.
જ્યારે જલારામ વિરપુર ગામ પંચાયતની મતગણતરીની પેટીમાંથી એક જાગૃત મતદાર દ્વારા મતદાનની સાથે એક ફરિયાદ ચિઠ્ઠી નાખી હોઈ જેમાં ગણતરી દરમિયાન મળી આવતા રિટર્નીગ ઓફિસર દ્વારા આ ચિઠ્ઠી ચૂંટણી અધિકારીને આપવામાં આવી હતી જેમાં ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વીરપુર ગામ પંચાયતના ભાવિ સરપંચ શ્રી ને નમ્ર અરજ કરવામાં આવી છે જેમાં વીરપુર જલારામજી વિદ્યાલય નું બિલ્ડીંગ જર્જરિત હોય તેમજ અવાર નવાર રજૂઆત કરવા છતાં ધ્યાન આપવામાં આવેલ ના હોય જેના કારણે બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરતા હોય તો નવી બોડી તેમજ સરપંચ શ્રી ને નમ્ર મતદાર દ્વારા અરજ કરવામાં આવી છે જે બિલ્ડિંગમાં મરામત કરવામાં આવે અથવા તો નવીનીકરણ કરવામાં આવે તેવી લાગણી દર્શાવતી ચિઠ્ઠી મળી આવી હતી
હરેશ ભાલીયા જેતપુર


