ધોરાજી રોડ તત્કાલ ચોકડી નજીક ક્રેટા કારમાં કોઇ યુવાનની લાશ પડેલ હોવાની જાણ થતા શહેર પોલીસ બનાવના સ્થળે જઇ તપાસ કરતા જીજે-૦-૧-આર.એકસ. -૮૬૪પ વાળી ક્રેટા કારમાં લાશ પડેલ હોય તલાસ કરતા તે સંજયભાઇ બળવંતરાય બારોટ રહે. હાલ રાયજીવાન, જુનાગઢ તેઓ જુનાગઢ આઝાદ ચોકમાં આવેલ બી. ઓ. બી. બ્રાંચમાં સર્વીસ જોઇન્ટ મેનેજર તરીકે કરતા હોય. તેના પરીવારજનોને જાણ કરતા તેના પત્ની પારૂલબેને આવી જઇ. પી. એમ. માટેની કાર્યવાહીમાં સાથે રહી કારમાં તપાસ કરતા સંજયભાઇની બેગમાં એક ડાયરી મળી આવેલ જેમાં લખેલ હતું કે પાંચ લોકો હાર્દીક હસમુખભાઇ બારોટ, રાકેશ નરનારાયણ બારોટ, તથા રૂગનાથભાઇ બારોટ, હસમુખ અમૃતલાલ બારોટ, ગૌરાંગ પ્રવિણભાઇ બારોટના ત્રાસથી આત્મહત્યા કરેલ છે તેઓ મોબાઇલમાં મારી નાખવાની ધમકી તેમજ તેની સાથે કોઇ રૂપીયાનો વહીવટ ન હોવા છતાં કોઇ પાસેથી કોરો ચેક મેળવી રૂ. ૪પ લાખની ૧૩૮ ની નોટીસ મોકલેલ છે. તેમજ મારા ખેતરમાં બોર્ડ લગાવવાની કાર્યવાહી કરેલ હોય આવુ પગલુ ભરેલ છે.”તેથી શહેર પોલીસે પારૂલબેનની ફરીયાદ પરથી પાંચે શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.