જેતપુર પિતાના ઘરે રિસમણે આવેલ કુંકાવાવની પરિણીતાએ લગ્નના વિસ વર્ષ બાદ કરિયાવર માંગીને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં સાસરિયા વિરૂદ્ધ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
વધુમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર હું કમળાબેન દિનેશભાઇ ચુડાસમા (આરબ ટીમ્બડી, જેતપુર)(ઉ.વ.42) મારા લગ્ન આજ થી 20 વર્ષ પહેલા કુંકાવાવના હનુમાન ખીજડીયા ગામે રહેતા દીનેશભાઇ ખીમાભાઇ ચુડાસમા સાથે થયેલ હતા અને મારે બે સંતાન છે. જેમા એક દીકરી પ્રીતીબેન જે સાસરે છે. અને એક દીકરો નામે કીશન છે , અને અમો બધા સાસુ સસરા સાથે રહેતા હતા અને હાલ હું મારા માવતરે રીસામણે છુ
મારા લગ્ન પછી આ મારો સંસાર સારી રીતે ચાલતો હતો અને છેલ્લા આઠ વર્ષ થી મારા સાસુ અમીબેન તથા સસરા ખીમાભાઇ પુજાભાઇ મને જેમ તેમ મેણા ટોણા મારી તુ કાઇ લાવી નથી અને બીમાર રહે છે.તેવુ કહી મારા પતી ઘરે આવે તે વખતે તેમને ચડામણી કરી મને માર ખવડાવતા હતા અને મને ઘણી વખત રીસામણે આરબ ટીબડી કાઢી મુકેલ હતી અને છેલ્લા બે –ત્રણ વર્ષ થી આ મારા પતી બીજી સ્ત્રો ઓ સાથે સબધો રાખતા હોય અને હું તેમને અવાર નવાર સમજાવતી હતી કે આ સબધો બંધ કરો અને આ બાબતે અમારે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા અને આ પછી મારા સાસુ – સસરા મારા પતીને ચડામણી કરતા હતા અને મને મને જેમ ફાવે તેમ ગાળો બોલી તારા માવતરે જતી રહે તેમ કહેતા હતા અને મને આ લોકો માર મારી ત્રાસ આપતા હોય અને છેલ્લા છ માસથી હુ રીસામણે મારા પિતાના ઘરે આરબ ટીબડી આવતી રહેલ અને આ પછી આ મારા પતી કે મારા સાસરીયા વાળા મને તેડવા આવેલ નહી અને અમો એ સમાધાન માટે અવાર નવાર પ્રયાસો કરતા હતા પરંતુ આ લોકો અમો ને જવાબ આપતા ન હોય અને આ પછી મને જાણવા મળેલ કે આ મારા પતી અમારા બાજુ ના ગામ બાવાપીપળીયાની મહિલા આડાસબધો હોય જે અંગને જાણ થતાં મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
જે અંગેની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસ મથકના એએસઆઈ એમ એફ ચૌહાણે વધું તપાસ હાથ ધરી હતી.
