જેતપુરમાં રખડતી ગાયો નો ત્રાસ વધ્યો છે તો રખડતી ગાયો ને લઈને રોજ બરોજ ના બનાવો બનવા છતાં જેતપુર નવાગઢ નગર પાલિકા કુંભકર્ણ નિદ્રા માં હોય તેવું લાગી રહ્યુ છે .
જેતપુરમાં છેલ્લાં ઘણા સમયથી ધોરાજી રોડ ,બસ સ્ટેશન , સરકારી દવાખાના પાસે આવેલ શાક માર્કેટ,પાંચ પીપળા રોડ તેમજ વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડ ની વચોવચ રખડતી ગાયો અડીંગો જમાવી ને બેસે છે તો કેટલીક વારતો એકબીજા સાથે બાખડતા વાહનો ઉપર જઇ પડે છે તો વાહન ચાલકો ને મોટી . નુકાશાની વેઠવાનો વારો આવે છે તો કેટલીકવાર તો રોડ ઉપર થી પ્રસાર થતાં અચાનક ગાય કુદી આવતાં વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકો ને શરીરે ઇજાઓ પહોંચી છે તો અવાર નવાર પાલિકા માં રજુઆતો છતાં જેતપુર પાલિકા ની ઊંઘ ઉડી નથી.
જેતપુરના ધોરાજી રોડ પર હજુ થોડા દિવસ પહેલા જ ગૌમાતા ને ટ્રેનકર ચાલકે ઇજાગ્રસ્ત કરી હતી તેનો રોષ લોકોમાં સમાયો નહોતો જેથી હાલતો જાણે પાલિકા કુંભકર્ણ નિદ્રા માં હોય તેવું લાગી રહ્યું છે તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિક ની પણ સમસ્યા માં વધારો થાય છે તેમજ અનેકવાર અકસ્માતઓ થઈ રહ્યા છે હાલ તો નગરજનો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતા જેતપુર નવાગઢ નગરપાલિકા ને કાંઈજ ફરક પડ્યો નથી તો બીજીબાજુ મોટી જાનહાની થાય તેની રાહ જોવાતી હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે


