Gujarat

જેતપુર સીટી વિસ્તારમાં ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદામાલ સહિત પકડી પાડતી જેતપુર સીટી પોલીસ

જેતપુર સીટી વિસ્તારના નવગાઢ  વિસ્તારમાં આવેલ લક્કી સ્ક્રેપ નામના ભંગારના  તસ્કરો એ હાથફેરો કરી રોકડ રકમની ચોરી અને ફરાર થઇ જતા પોલીસની ઠંડી ઉડી જવા પામી હતી,અને પોલીસ ચારેકોર આ ચોર ઇસમોને ઝડપી પાડવા રાતદિવસ એક કરી રહી હતી, એવામાં બાતમી મળતા  આ ઘરફોડ ચોરીનો મુદામાલ સાથે પકડી પાડી ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર નવાગઢ માં આવેલ લકી સ્ક્રેપ નામના ભંગારના ડેલા માંથી તારીખ ૨૨/૧૨/૨૦૨૧ ના રાત્રીના સમયે પ્રવેશ કરી ઓફિસના ડ્રોવરમાંથી રોકડ રકમની ચોરી કરેલી હતી,જે બનાવની ગંભીરતાના ધ્યાને રાખી ગુનો શોધી કાઢવા પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં પ્રયત્નશીલ હતી એ દરમ્યાન JET EYE પ્રોજેક્ટ ના મદદથી ચોક્કસ વિસ્તારમાં માહિતી મળતા સર્વેલન્સની ટીમને સંયુક્ત રીતે હકીકત મળતા જે લકકી સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં સીસીટીવી ફુટેજના કેદ થયેલા આરોપી (૧) મોસીન મહંમદભાઈ પરસાળા રહે નવગાઢ ખાટકી વાસ મૂળ રહે સાવરકુંડલા તેમજ આરોપી (૨) ગુલાબહુસેન સલીમભાઈ રફાઈ રહે,નવાગઢ સરકારી અનાજ ગોડાઉન પાસે મદ્રાસાની પાછળ,મૂળ રહે,ધોરાજી બન્ને ઈસમો નવગાઢ વિસ્તારમાં રહેતા હોય બન્ને ઇસમોને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ- પરયુક્તિથી પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત આપતા બંને ઇસમોને હસ્તગત કરી આઈપીસી કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211226-WA0180.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *