Gujarat

જેતલસર પંથકના આરબ ટીંબડી ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું

પેટા
ઘરના ફળિયામાંજ ગાંજો વાવ્યો હતો: રૂ.50 હજારના મુદ્દામાલ સાથે ખેડૂત પકડાયો
જેતપુર,
જેતલસર પંથકના ખેડૂત યુવાને પોતાના રહેણાંક મકાનના ફળિયાંમાં જ ગાંજો વાવ્યાની બાતમી પરથી આજે રાજકોટ રૂરલ એસઓજી કાફલાએ ત્રાટકી મુકેશ જમન ઠુંમરને રૂ.50 હજારના લીલા ગાંજા સાથે પકડી પાડ્યો હતો.
જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે એક ખેડૂતે પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાના ચોળાનું વાવેતર કર્યું હતું. જે અંગેની SOG પોલીસને બાતમી મળતા પોલીસે આરબટીંબડી ગામે જઈ રેડ પડતા લીલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની તપાસ હાથ ધરી હતી.
 જેતપુર તાલુકાના આરબટીંબડીમાં મુકેશ જમનભાઈ ઠુંમર નામના ખેડૂત યુવાને પોતાના રહેણાંક ઘરના ફળિયામાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે ગાંજો વાવ્યો હતો. આ બાબતે પોલીસને બાતમી મળી જતા આજે રૂરલ એસઓજી કાફલો આરબ ટીંબડીમાં ત્રાટકતા મુકેશના ફળિયામાં કાપણીના આરે પહોંચી ગયેલો લીલો ગાંજો જોવા મળતા પોલીસે તુરંત મુકેશને ઝડપી લીધો હતો.
પોલીસે  7.270 ગ્રામ કી.(રૂ 50.000) ના મુદ્દામાલ કબ્જે કરી નાર્કોટિક્સ ધારા હેઠળ મુકેશ સામે જેતપુર તાલુકા પોલીસમાં ગુનો નોંધવાની તજવીજ આદરી છે. આરબ ટીંબડીમાં અગાઉ દારૂ વેચાતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. તેમજ પ્રતિવર્ષે આ ગામમાં સારા-નરસા વરસાદનો વર્તારો જોવાતો હોય ગામલોકો આરબ ટીંબડીમાંથી ગામનું નામ રામ ટીંબડી રાખવા માગ કરે છે ત્યારે આવા પવિત્ર ગામમાં જ હવે ગાંજાનું વાવેતર મળી આવતા લોકોમાં ચકચાર જાગી છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20211203-200411_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *