*જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેથી એસઓજીએ માદક પદાર્થના ગુનામાં સજા બાદ રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટયા બાદ ફરાર આરોપીને દબોચી લીઘો હતો જેને ફરી રાજકોટ જેલમાં મોકલવાની તજવિજ હાથ ધરાઇ છે. જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી અને આર.વી.વીંછીના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલીંગ કરી રહી હતી.
*ત્યારે પોલીસ ટીમને જામનગરના સીટી એના એનડીપીએસના ગુનામાં સજા પડયા બાદ રાજકોટ જેલમાં રહેલો અને પેરોલ પર છુટી ફરી હાજર ન થઇ ફરાર રહેલો આરોપી હારૂન ઉર્ફે બોચીયો ગનીભાઇ નોતીયાર કાલાવડ નાકા બહાર ઉભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ત્વરીત ધસી જઇ પાકા કામના કેદી ફરાર આરોપી હારૂન ઉર્ફે બોચીયોને દબોચી લીઘો હતો જે આરોપીને ફરી રાજકોટની જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
