રાજકોટ
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ જેમાં ટીવીમાં જાેયેલી ક્રાઈમ સીરીયલ માં બનેલ ઘટનાને અનુલક્ષીને નાનાભાઇએ જ મોટાભાઈની હત્યા કરી. આ બનાવમાં પોલીસ દ્વારા હત્યા કરનાર નાનાભાઇને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા નાનાભાઇએ ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જાેઇ હત્યા કરવાનું શીખી મોટાભાઇના માથાના ભાગે બેટ મારી પતાવી દીધો હોવાનું ખુલ્યું છે. બંને સગા ભાઇ ચંપલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા અને કામ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા ય્ૈંડ્ઢઝ્ર પાછળ ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના રહેવાસી બે સગા ભાઇઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો. જેમા હત્યારા સાવન શ્રીનિવાસે તેના જ મોટાભાઇ પવન શ્રીનિવાસને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હતી. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાનાભાઈએ જ મોટાભાઈની હત્યા કરી હોવાનું માલુમ થતા પોલીસે હત્યારા સાવનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક પવન અને સાવન બન્ને સગા ભાઈઓ છે. બંને મૂળ આગ્રાના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરે છે. બંને ભાઈઓમાં પવન મોટો ભાઈ છે જે પરિણીત છે અને સાવન નાનો ભાઈ છે જે અપરિણીત છે. બંને વચ્ચે બોલાચાલી થતા નાના ભાઈએ મોટાભાઈને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હત. હાલ હત્યારા સાવનને સકંજામાં લઇ તેની પૂછપરછ ચાલુ છે અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મહિના પહેલા મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના ૨૫ વર્ષના યુવકે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.’ શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે દારૂના નશામાં કોઈ શખસ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે. પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યું. શૈલેષે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ તે પોલીસની સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર લઈ જઈ તેની પત્ની નેહા (ઉં.વ.૨૨)નો મૃતદેહ પોલીસને બતાવ્યો હતો. બાદમાં પોલીસે શૈલેષની ધરપકડ કરી હતી. ફરી એક વખત ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલમાંથી હત્યા કરવાનું શીખી ગુનો કર્યાની ઘટના રાજકોટમાં સામે આવી છે. આજે થયેલી હત્યાના બનાવમાં પણ આરોપીએ ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જાેઈ તેમાંથી હત્યા કરવાની શીખ મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અગાઉ પણ રાજકોટના બેથી ત્રણ બનાવમાં આરોપી ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જાેઈ તેમાંથી ગુનો કરવા શીખ મેળવી હોવાનું સામે આવ્યું હતું.


