Gujarat

ડાંગ જિલ્લામા માતા અને બાળ મૃત્યુ બાબતે જિલ્લા વહિવટી તંત્ર સંવેદનશીલ

સાપુતારા
ડાંગના પ્રજાજનોની જાહેર સુખાકારી માટે હંમેશા સંવેદનશીલ રહેલા જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચાધિકારીઓએ શ્રેણીબધ્ધ બેઠકો યોજીને, પ્રજાજનોને સેવા અને સારવાર સમયસર મળી રહે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. આરોગ્ય વિભાગની ડિસ્ટ્રિક્ટ ગવર્નિંગ બોડી સહિત, મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ, તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ, પાણીજન્ય રોગચાળો, રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ, ટી.બી. ફોરમ, ક્વોલિટી કંટ્રોલ જેવા મુદ્દે વરિષ્ઠ ચર્ચા વિચારણા હાથ ધરી હતી. બેઠકમા ઉપસ્થિત રહેલા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીતે આરોગ્ય ક્ષેત્રે સેવા અને સારવાર બાબતે પ્રજાજનોની અપેક્ષાએ ખરા ઉતરવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ જણાયુ હતુ. બેઠકની કાર્યવાહી સાંભળતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હિમાંશુ ગામીત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડૉ. ડી. સી. ગામીત, ઇ.ઝ્ર.ૐ.ર્ં.શ્રી ડૉ.સંજય શાહ, ડૉ. દિલીપ શર્મા વિગેરેએ બેઠકની કાર્યવાહી સંભાળી, ગતિવિધિઓથી ઉચ્ચાધિકારીઓ તથા કમિટી મેમ્બર્સને અવગત કરાવ્યા હતા. નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીતે પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.ડાંગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રજાજનોનુ આરોગ્ય જળવાઈ રહે, સાથે સેવા તથા સરવારના અભાવે એક પણ વ્યક્તિ તેનો જીવ ગુમાવે, તે બાબત ક્યારેય સાંખી નહીં લેવાઈ, તેવો સ્પષ્ટ સંદેશ ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.વિપિન ગર્ગ એ આપ્યો છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની શ્રેણીબધ્ધ બેઠકોને સંબોધતા આ ઉચ્ચાધિકારીઓએ જિલ્લામા નોંધાયેલા માતા અને બાળ મૃત્યુની સમીક્ષા દરમિયાન, ગ્રામીણ ક્ષેત્રે આશાની આ અંગે બહુ મોટી જવાબદારી છે તેમ જણાવતા, અંતરિયાળ વિસ્તારના હ્લૐઉ અને સ્ઁૐઉ જેવા આરોગ્યકર્મીઓ પણ આ બાબતે ગંભીરતા દાખવે તેમ જણાવ્યુ હતુ. ઁૐઝ્ર ના સ્ર્ં આ બાબતને ગંભીરતાથી લઈ, આશાની કામગીરી ઉપર નિગરાની રાખે તેવી સૂચના પણ આ અધિકારીઓએ આપી છે. જિલ્લામા સર્પદંશ જેવા કેસોમા કોઈ પણ વ્યક્તિનો જીવ ગુમાવવાની નોબત નહી આવે તેવા સુવ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર ગોઠવવાની હિમાયત સાથે, આ ઉચ્ચાધિકારીઓએ ૧૦૮ જેવી ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ વધારવાની પણ આ વેળા સૂચના આપી હતી. કોરોના સામેની વેક્સિનની કામગીરીની ચર્ચા કરતા જિલ્લાના આ વરિષ્ઠ અધિકારીઓએ દૈનિક ૪ હજારના લક્ષ્ય સાથે કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી. સાથે ૧૦૦ ટકા સંસ્થાકીય પ્રસુતિનો તંત્રનો ઉદ્દેશ બર લાવવાની પણ હિમાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *