Gujarat

ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી જેવો માહોલ

સુરત
સુરતમાં પણ કોરોના બાદ ડાયમંડ જ્વેલરીનો ધંધો ખીલ્યો છે. કોરોના દરમિયાન મુંબઈમાં હીરાનો ધંધો સંપૂર્ણ બંધ હોવાને કારણે, હીરા ઉદ્યોગસાહસિકોને મળેલા ઓર્ડર સમયસર પૂર્ણ થઈ શક્યા નથી. આ માટે હવે હીરા ઉદ્યોગકારોએ સુરતમાં પણ તેમના કારખાના શરૂ કર્યા છે. જેમાના ઘણા એકમો સચિનની નજીકના વિસ્તારમાં છે અને જયારે બીજા કતારગામ અને વરાછા વિસ્તારમાં છે. ડાયમંડ જવેલરી એસોસિયેશનના અગ્રણી જયંતી સાવલિયાના જણાવ્યા પ્રમાણે કોરોના પછી, લોકો ચીનનું ઓપશન શોધી રહ્યા છે. અમેરિકામાં, ચીનથી આયાત કરેલા ઘરેણાં પર ૨૨% ડયૂટી લાદ્યા બાદ હવે વિદેશી બાયર્સ ભારત તરફ વળ્યા છે. કોરોના પછી, ૨૦૦ નવા જ્વેલરી મેન્યુફેક્ચર્સ સુરત આવ્યા છે. અમેરિકામાં રોલેક્સ જેવી કિંમતી ઘડિયાળો પર કિંમતી હીરા અને જ્વેલરી લગાવવાના ક્રેઝને કારણે સુરતમાંથી તેની નિકાસ વધી છે. કોરોના પછી અમેરિકામાં જ્વેલરીની ડિમાન્ડ વધી છે. આવી ઘડિયાળોની કિંમત રૂપિયા ૧૦ લાખથી શરૂ થાય છે.ડાયમંડ જ્વેલરી અને કટ-પોલિશ્ડ ડાયમંડ માટે ભારતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ દિવસોમાં અમેરિકામાં ડાયમંડ જ્વેલરીની સારી માંગ જાેવા મળી રહી છે. આ જ કારણ છે કે ભારતમાંથી નિકાસ પણ વધી છે. અમેરિકામાં ડાયમંડ સ્ટેટેડ ઘડિયાળ અને અન્ય ડાયમંડ સ્ટડેડ વસ્તુઓની માંગને કારણે સુરતના જ્વેલર્સને મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે. કોરોનાના સમય પહેલા , સુરતમાંથી દર મહિને આ પ્રકારની જ્વેલરીની લગભગ ૫૦૦ જેટલી વસ્તુઓ નિકાસ થતી હતી, જે હવે વધીને લગભગ ૫૦૦૦ સુધી પહોંચી ગઈ છે. હીરાના વેપારીઓના કહ્યા અનુસાર, કોરોના પછી અમેરિકામાં આવા દાગીનાની માંગ વધી છે. જેમાં પણ હિપ-હોપ જ્વેલરીની માંગ વધી છે. જેમાં પણ ઘડિયાળ અને વિવિધ વસ્તુઓ પર ડાયમંડ લગાવવાનો ટ્રેન્ડ જાેવા મળે છે. ત્યાંથી ડિઝાઇન આપીને ઓર્ડર આપવામાં આવે છે. જયારે સુરતના જવેલર્સ તે ડિમાન્ડ પ્રમાણે તૈયાર કરી આપે છે. કોરોના દરમિયાન, અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટી ગઈ હતી, પરંતુ હવે જયારે બજાર ફરી વેગ પકડી રહ્યું છે. હવે અમેરિકાથી ઓર્ડર આવવા લાગ્યા છે. ત્યાંની સરકારે કોરોના દરમ્યાન લોકોને આર્થિક મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *