ગાંધીનગર
દર્દીઓના જીવ જાેખમે મૂકી એન્જેક્સન અને દવાઓ આપતો નકલી ડોક્ટરનો થયો પર્દાફાસ આ બનાવ માણસા તાલુકાના આજાેલ ગામે છેલ્લા પાંચેક મહિનાથી ક્લિનિક ખોલીને દર્દીઓનાં આરોગ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વિનાનો ડોક્ટર ઝડપાયો છે. આ બોગસ ડોક્ટરની જાગૃત નાગરિકે ફરિયાદ કર્યા પછી માણસા આરોગ્ય તંત્રની ટીમે રેડ પાડી પાડી હતી. આ રેડ દરમિયાન ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતો સતીષ પટેલ નામનો બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો હતો. જેની પાસેથી ઈન્જેક્શન તેમજ દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં આવેલ માણસા તાલુકાનાં આજાેલ ગામે પાંચેક મહિનાથી ડિગ્રી વિના સતીષ પટેલ નામના બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલીને એલોપેથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. તેમ છતાં સ્થાનિક આરોગ્ય તંત્રને ગંધ શુદ્ધા આવી ન હતી. બોગસ ડોક્ટર પાંચ મહિનાથી ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતો અને દવા પણ આપતો હતો. તેમજ દર્દીઓને ઈન્જેક્શન પણ આપતો હતો. જેનાં માટે તેણે દવા તેમજ ઈન્જેક્શન નો જથ્થો પણ ક્લિનિકમાં સ્ટોર કરી રાખ્યો હતો.
એક જાગૃત નાગરિકે તાલુકા અધિકારીને ફરિયાદ કરતાં રેડ પાડવામાં આવી હતી. જે અન્વયે બોગસ ડોક્ટર સતીષ પટેલ પાસે એલોપેથી પ્રેક્ટિસ માટેની માન્ય ડિગ્રી નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ઉપરાંત મેડિકલ વેસ્ટ તેમજ સ્પિરિટ લાયસન્સ પણ નહીં હોવાની ફરિયાદ જાગૃત નાગરિકે કરી હતી. આરોગ્યની ટીમે તેની પાસે પ્રેક્ટિસ માટેનું સર્ટિફિકેટ સહિતના પુરાવા માંગ્યા હતા, પરંતુ સતીષ પટેલે કોઈ સર્ટિફિકેટ નહીં હોવાનું જણાવ્યું હતું. જેનાં પગલે આરોગ્યની ટીમે દવા તેમજ ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી સ્થાનિક પોલીસ મથકમાં સતીષ પટેલ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાવ્યો હતો
