Gujarat

ડેવિડ વોર્નર માટે આઈપીએલની વર્તમાન સિઝન પૂરી

મુંબઈ , તા.૨૯
પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન સામે સોમવારે રમાયેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ઓપન ડેવિડ વોર્નરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું નહોતું. તેના સ્થાને ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને રમાડવામાં આવ્યો હતો જેણે ૪૨ બોલમાં ૬૦ રનની ઇનિંગ રમી હતી. સોશિયલ મીડિયામાં એક સમર્થકને વોર્નરે વળતો જવાબ આપ્યો હતો કે, તે હવે વર્તમાન સિઝનની બાકીની મેચો રમી શકે તેમ નથી. વોર્નરના આ રિપ્લાયના કારણે તેની વર્તમાન સિઝન પૂરી થઈ ગઈ છે તેવો સંકેત મળ્યો છે. તે આગામી વર્ષે યોજાનારી મેગા હરાજીમાં ભાગ લઈ શકે છે. આ સ્થિતિમાં તે ૨૦૨૨ની આઇપીએલમાં હૈદરાબાદના બદલે બીજી ટીમ તરફથી રમતો નજરે પડી શકે છે.

Devid-worner-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *