Gujarat

ડૉક્ટરે કારના સ્ટેરિંગ પરનો કાબુ ખોઈ બેસતા અકસ્માત થયો

દાહોદ
દાહોદના કતવારા પાસે અકસ્માત કાર સ્પીડમાં હોવાથી પલટી ખાઈ ગઈ હતી. જેમાં ડૉ. રાહુલ લબાનાનું મોત નીપજ્યું છે. લગ્ન જીવનના ચાર વર્ષ બાદ એમના ઘરે પારણું બંધાવવાનું હતું. આ વાવડ એમના પરિવારજનોને મળતા પરિવારમાં શોકનો માહોલ છે. હવે એને ત્યાં બાળકનો જન્મ થશે તો પણ તે પોતાના પિતાને કદી જાેઈ નહીં શકે. રિપોર્ટમાંથી મળતી વિગત અનુસાર ડૉ. રાહુલ મધ્ય પ્રદેશના ઝાંબુઆમાં પોતાનું ઓર્થોપેડિકનું દવાખાનું ધરાવે છે. જ્યારે એમના પત્ની પણ સ્મ્મ્જી ડૉક્ટર છે. આ તબીબ અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં પણ સરકારી તબીબ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. માત્ર પરિવાર જ નહીં એમના ગામમાં પણ માતમનો માહોલ જાેવા મળ્યો છે. ડૉ. રાહુલના મૃત્યુના સમાચાર દાહોદ જિલ્લામાં વાયુવેગથી ફેલાતા સમગ્ર ડૉક્ટર લોબીમાં શોક જાેવા મળી રહ્યો છે. એમના બીજા મિત્રો અને સાથી ડૉક્ટર પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ફરી એકવખત દાહોદ ગોધરા-ઈન્દૌર હાઈવે ગોઝારો પુરવાર થયો છે. આ પહેલા પણ આ જ રૂટ પર મસમોટા જીવલેણ અકસ્માત થયેલા છે. બીજી તરફ સમગ્ર રાજ્યના હાઈવે ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગયા છે. ડ઼ૉ. રાહુલ આ પહેલા દાહોદની આઝાદ હોસ્પિટલમાં નોકરી કરતા હતા. જ્યારે તેઓ પોતાની કાર લઈને ઘર બાજું આવવા માટે નીકળ્યા ત્યારે ભારે વરસાદને કારણે દાહોદ હાઈવે પર ચારેય બાજું પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર ભરાઈ ગયેલા પાણીને કારણે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાર બેથી ત્રણ પલટી ખાઈને સામેના ટ્રેક પર રોંગ સાઈડ પર પટકાઈ હતી. પછી ખાડામાં પડી ગઈ હતી. મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં ડૉ. રાહુલનું મોત થયું છે.દાહોદના કતવારા પાસે અકસ્માત થતા કઠલા ગામના એક ડૉક્ટરનું મોત થયું છે. જેના કારણે એના પરિવારમાં માતમનો માહોલ છે. આ અકસ્માતમાં માતા પિતાએ એકનો એક દીકરો, બે બહેનોએ ભાઈ અને પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે. આંખ ભીની થઈ જાય એવી વાત એ છે કે, પત્ની ગર્ભવતી છે. સંતાનનો જન્મ થાય એ પહેલા જ તેણે પોતાના પિતા ગુમાવ્યા છે. મધ્ય પ્રદેશના ઝાંબુઆથી કઠલા બાજુ પરત આવતા ડૉક્ટરે કારના સ્ટેરિંગ પરનો કાબુ ખોઈ બેસતા અકસ્માત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *