Gujarat

ડો.બી.આર.આંબેડકરના ૬૫માં નિર્વાણ દિન નિમિત્તે જામનગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૫માં મહાપરિનિર્વાણ દિન નિમિતે નાયબ નિયામકશ્રીઅનુ. જાતિ કલ્યાણ તથા કર્મચારીગણ દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર દ્રારા પુષ્પાંજલી અર્પણ કરીઆદર્શ નિવાસી શાળા (અ.જા.) કુમાર ખાતે  વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણનાયબ નિયામકતમામ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

કાર્યક્રમમાં આદર્શ નિવાસી શાળા (અ.જા.-કુમાર)ખાતે નિબંધ સ્પર્ધાપ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરીવિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટાને નમન કરી ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. શાળાના આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ આભાર વિધિ નાયબ નિયામકશ્રી ડૉ. ઘનશ્યામ વાઘેલાએ કરેલ હતી તેમ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્‍યાણજામનગરની યાદીમાં જણાવ્યું છે.

dr.b.r.ambrdkar-program-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *