તદ્દન ભંગાર હાલતમાં માત્ર સ્ક્રેપ કરવાને લાયક કુલ 56 ટુ- વ્હીલર વાહનો અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે. કુલ 30 મોપેડ કક્ષાના અને બાકીના 26 મોટરસાયકલ કક્ષાના કુલ 56 ટુ વ્હીલર વાહનો બાબતે કોઈનો હક હિસ્સો જાહેર કરવાનો થતો હોય તેઓએ તાત્કાલિક અમરેલી સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આ તમામ વાહનો બાબતે દિન-07 મા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવેથી જાહેર હરાજી કરીને આ ભંગાર લાયક વાહનો વેચાણ કરી ઉપજેલ નાણાં સરકારશ્રીમાં જમા કરાવવામાં આવશે. પાછળથી કોઈ રજૂઆત સાંભળવામાં આવશે નહીં. જેની તમામ જાહેર જનતાને નોંધ લેવા જણાવવામાં આવે છે
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


