તા.૧૯-૯-૨૦૨૧ અનંત ચૌદસના પવિત્ર દિવસે ગણેશ મહોત્સવ નિમિત્તે ઘાટલોડિયા,કે.કે.નગર ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ગાયત્રી ટેનામેન્ટ સોસાયટીના રહીશો દ્વારા આનંદ -ઉલ્લાસમય વાતાવરણમાં ગણેશજી અને ગાયત્રી માતાજીને સમૂહમાં છપ્પન ભોગની વાનગીઓ ધરાવીને ગાયત્રી પરિવાર દ્વારા સપ્ત કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં ગણેશ મંત્ર, ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય, સર્વ દેવોના મંત્રોચ્ચાર ગીત-સંગીત સાથે ઔષધીય યુક્ત હવન સામગ્રી વડે આહુતિઓ પ્રદાન કરી સૌને સદબુદ્ધિ, ઉજ્જવળ ભવિષ્ય, નિરામય જીવનની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી, અને ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું 🌹👏