Gujarat

દઢવાડા બેઠક પર ભાજપના કમલેશ ચૌધરીનો વિજય

સુરત
સુરત જિલ્લાની માંડવી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયતની દઢવાડા -૪ બેઠક પર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક ચૌધરીનો વિજય થયો હતો. ત્યારબાદ કોરોના મહામારીમાં અશોક ચૌધરીનું કોરોનાના કારણે મોત નીપજયું હતું. જેથી આ બેઠક ખાલી પડી હતી. જે અંગે હાલમાં આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ આજરોજ પરિણામ જાહેર થતાં જ દઢવાડા-૪ બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશ ચૌધરીનો ૧૧૧૦ માટે વિજય થયો હતોસુરત જિલ્લાની માંડવી તાલુકા પંચાયતની દઢવાડા-૪ બેઠક પરથી કોંગ્રેસના અશોક ચૌધરીનો વિજય થયો હતો. જાેકે કોરોનામાં તેમનું મોત નીપજતા આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના કમલેશ ચૌધરીનો ૧૧૧૦ માટે વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *